Vadodara : પીએમ આવાસ યોજનાના નામે ઠગ ટોળકી સક્રિય, લોકો પાસેથી નાણાં પડાવતી હોવાનો આક્ષેપ

|

Feb 25, 2022 | 10:10 PM

ડભોઇના ધારાસભ્ય શૈલેષ સોટ્ટાએ કહ્યું છે કે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન આપવાનું કહીને ઠગ ટોળકી વ્યક્તિ દીઠ 1.20 લાખ રૂપિયા પડાવતી હોવાનો આરોપ છે. આ કૌભાંડમાં મહાનગર પાલિકાની બોગસ રસીદનો ઉપયોગ કરાતો હતો. તેમજ હાથથી લખેલી પાવતી આપવામાં આવી હોવાથી શંકા જતા તપાસમાં સમગ્ર મામલો સામે આવ્યો છે.

વડોદરામાં(Vadodara)પ્રધાનમંત્રી આવાસ યોજનાના(PM Awas Yojna)નામે છેતરપીંડી(Fraud)થતી હોવાનો આક્ષેપ ડભોઇના ધારાસભ્ય શૈલેષ સોટ્ટા દ્વારા કરાયો છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન આપવાનું કહીને ઠગ ટોળકી વ્યક્તિ દીઠ 1.20 લાખ રૂપિયા પડાવતી હોવાનો આરોપ છે. આ કૌભાંડમાં મહાનગર પાલિકાની બોગસ રસીદનો ઉપયોગ કરાતો હતો. તેમજ હાથથી લખેલી પાવતી આપવામાં આવી હોવાથી શંકા જતા તપાસમાં સમગ્ર મામલો સામે આવ્યો છે. 91 વ્યક્તિઓ સાથે ઠગાઇના પુરાવા મળ્યા છે. જે અંગે ધારાસભ્ય દ્વારા મ્યુનિસિપલ કમિશનર અને કોર્પોરેશનના સંબંધિત અધિકારીઓને લેખિતમાં જાણ કરાઇ છે. મોટી સંખ્યામાં ગરીબ લોકો છેતરાયા હોવાની આ શંકા છે. ત્યારે આ મામલે જવાબદારો સામે પગલાં લેવાની માગ કરાઇ છે.

આ પણ વાંચો : Junagadh : હર હર મહાદેવના નાદ સાથે ભવનાથના મેળાનો પ્રારંભ, સાધુ સંતોનો જમાવડો

આ પણ વાંચો : Navsari: દરિયાકાંઠાના ગામોનું ધોવાણ અટકાવવા પ્રોટેકશન વોલનું સી.આર. પાટીલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

Published On - 10:04 pm, Fri, 25 February 22

Next Video