Vadodara : મધુ શ્રીવાસ્તવે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝના ચેરમેનપદેથી રાજીનામું આપ્યું

| Edited By: | Updated on: Jan 21, 2022 | 8:35 PM

ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા વિવિધ બોર્ડ નિગમના ચેરમેનોના રાજીનામાં માંગવામાં આવ્યા છે.મધુ શ્રીવાસ્તવે પાર્ટીના આદેશનો સ્વીકાર કર્યો છે

ગુજરાતમાં ભાજપે(BJP)  વિધાનસભા ચુંટણી પૂર્વે બોર્ડ અને નિગમોમાં(Board  Corporation)  નવી નિમણૂક કરવાની કવાયત હાથ ધરી છે. જેના ભાગરૂપે હાલ બોર્ડ અને નિગમોના ચેરમનોને રાજીનામાં આપવા જણાવવામાં આવ્યું છે. જેના ભાગરૂપે વડોદરા ભાજપ નેતા મધુ શ્રીવાસ્તવે(Madhu Shrivastava )  ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું છે. તેમણે પોતાનું રાજીનામું પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ પહોંચાડ્યું છે. જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા વિવિધ બોર્ડ નિગમના ચેરમેનોના રાજીનામાં માંગવામાં આવ્યા છે.મધુ શ્રીવાસ્તવે પાર્ટીના આદેશનો સ્વીકાર કર્યો છે અને કહ્યું છે નવા ચહેરાઓને પણ તક મળે તે જરૂરી છે. હું ભાજપ સાથે છું અને આગામી સમયમાં ચૂંટણી લડીશ અને જીતીશ પણ ખરો.

આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાના નવા 21,225 કેસ નોંધાયા, 16 લોકોના મૃત્યુ

આ પણ વાંચો : આણંદ : અમૂલના 14 ડિરેક્ટરરો પર લાગેલા આક્ષેપોના ડેરીના ચેરમેન રામસિંહ પરમાર દ્વારા કેવા ખુલાસા કરાયા