આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કેમ કે વડોદરા મનપાએ ચોમાસા પહેલાં શહેરના ચાર ઝોન માટે 50-50 તરાપાની ખરીદી કરી છે.એટલું જ નહીં વડોદરા મહાનગરપાલિકાએ તરાપા ઉપરાંત 8 નવી બોટ ખરીદવાનું પણ આયોજન કર્યું છે. મનપાના આ આયોજનને લઈ મનપાની ખરીદી સામે ગંભીર સવાલો થયા છે.
ઉલ્લેખનીય છે કે વડોદરાનો વિશ્વામિત્રી પ્રોજેક્ટ કરોડોના ખર્ચે ચાલી રહ્યો છે. તેમ છતાં તરાપા અને બોટની ખરીદી પાછળ કેમ ખર્ચો કરાઈ રહ્યો છે તે લોકોને પણ સમજાઈ નથી રહ્યું. ગત ચોમાસામાં શહેરમાં ત્રણ વખત પૂરની ભયાનક સ્થિતિ સર્જાઈ હતી. જો કે આ અંગે મનપાનો દાવો છે કે વડોદરા શહેરને પૂરથી બચાવવા.. તેણે કમર કસી છે.ચોમાસા પહેલાં જ વિશ્વામિત્રી પ્રોજેક્ટનું કામ પૂર્ણ કરી દેવાનો દાવો કરાઈ રહ્યો છે કે જેથી ગત ચોમાસાની જેમ પ્રજાને આ ચોમાસામાં હાલાકી સહન કરવાનો વારો ન આવે.