વડોદરામાં મનપાના ખાલી પ્લોટમાં પડેલી છે દારૂની ખાલી બોટલો- Video

વડોદરામાં મનપાના ખાલી પ્લોટમાં દારૂની ખાલી બોટલો પડેલી નજરે પડી રહી છે. ત્યારે સવાલ એ છે કે મનપાના આ પ્લોટમાં દારૂની બોટલો આવી ક્યાંથી?

| Edited By: | Updated on: Apr 17, 2025 | 8:47 PM

ગુજરાતની દારૂબંધીના ધજાગરા ઉડાડતી વધુ એક ઘટના વડોદરાથી સામે આવી છે. જ્યાં મનપાનો ખાલી પ્લોટ જ જાણે દારૂબંધીનો અડ્ડો બન્યો હોય તેવુ ભાસી રહ્યુ છે. સામાન્ય રીતે કોઈ બંધ કે અવાવરૂ જગ્યાને નશાખોરો તેમનો દારુ પીવાનો અડ્ડો બનાવી લેતા હોય છે. પરંતુ વડોદરામાં ખુદ મનપાના ખાલી પડેલા પ્લોટમાં દારૂની ખાલી બોટલો પડેલી નજરે પડી રહી છે.

મનપાએ આ પ્લોટ મનપાના પ્રોજેક્ટમાં કામગીરી કરતા મજૂરોને રહેવા માટે આપ્યો હતો. હોળીના તહેવારમાં મજૂરો ઘરે જતા રહ્યા, પરંતુ પાછા આવીને જોયું તો પ્લોટમાં જ્યાને ત્યાં દારૂની ખાલી બોટલો જોવા મળી. સાથે મનપાની જગ્યામાં ખુલ્લેઆમ દારૂ પીવાતો હોવાનો આરોપ લગાવામાં આવી રહ્યો છે. ત્યારે મનપાનો ખાલી પડેલો પ્લોટ નશાખોરોનો અડ્ડો બન્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

Input Credit- Anjali Ojha- Vadodara

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો