Vadodara: નાયબ મામલતદાર કેતન શાહ 25 હજારની લાંચ લેતા ACBના હાથે ઝડપાયા, જુઓ Video

|

Jun 06, 2023 | 9:29 PM

વડોદરાના સીટી મામલતદાર કચેરીમાં ACBની ટ્રેપ સફળ થઈ છે. 25 હજારની લાંચ લેતા નાયબ મામલતદાર કેતન શાહ પકડાયા હતા. મિલકત સીલની કાર્યવાહી ન કરવા લાંચ માગી હતી. જેમાં ભરુચ ACBની ટીમ દ્વારા કાર્યવાહી કરાઇ.

Vadodara: વડોદરાના નાયબ મામલતદારે લાંચ લીધી હોવાનો મામલો સામે આવ્યો છે. વડોદરાના નાયબ મામલતદાર કેતન શાહ લાંચ લેતા પકડાયા છે. નાયબ મામતલતદાર કેતન શાહે રૂ.25 હજારની લાંચ લીધી હતી. ફરિયાદીની મિલકત સીલ ના કરવા બદલ લાંચ માગવામાં આવી હતી. ફરિયાદીએ પોતાની મિલકત સીલ ના કરવા અને લોનના પૈસા ચૂકવવા બે મહિનાની મુદત માગી હતી. પરંતુ ફરિયાદીની મિલકત સીલ કરી દેવાની ધમકી આપીને તેની પાસે લાંચ માગવામાં આવી હતી.

આ પણ વાંચો : સંબંધો થયા લોહીલુહાણ, સાળો જ બની ગયો બનેવીના જીવનો દુશ્મન અને બનેવીને ઉતારી દીધો મોતને ઘાટ, જુઓ video

ફરિયાદીએ સમગ્ર મામલે ભરૂચ ACBમાં ફરિયાદ કરી હતી. ભરૂચ ACBએ નાયબ મામલતદાર કેતન શાહને ઝડપીને કાર્યવાહી હાથ ધરી છે. સીટી મામલતદાર કચેરીમાં ACBની ટ્રેપ સફળ થઈ છે.

આ અગાઉ વલસાડમાં  ઉમરગામના મામલતદાર અમિત ઝડફિયા 5 લાખની લાંચ (bribe) લેતા ઝડપાયા હતા. સુરત ACBએ મામલતદાર ઓફિસમાં જ છટકું ગોઠવી અમિત ઝડફિયાને રંગે હાથે ઝડપી પાડ્યા છે. ફરિયાદી દ્વારા ઉમરગામ મામલતદાર કચેરીમાં જમીનની વારસાઈ કરાવવા માટે અરજી કરવામાં આવી હતી. તે જમીનનો થર્ડ પાર્ટીનો દાવો મામલતદારની કોર્ટમા ચાલી રહ્યો હતો. જે જમીનમાં વારસાઈ કરાવવા તકરારી મેટર બની હતી.

 વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

 

Next Video