Vadodara : ડભોઇની મહાલક્ષ્મી મર્કન્ટાઇલ બેંક છેતરપિંડી કેસમાં કેનેડાથી પરત ફરતા બેંક કર્મચારીની કરાઈ ધરપકડ, જુઓ Video

Vadodara : ડભોઇની મહાલક્ષ્મી મર્કન્ટાઇલ બેંક છેતરપિંડી કેસમાં કેનેડાથી પરત ફરતા બેંક કર્મચારીની કરાઈ ધરપકડ, જુઓ Video

| Edited By: | Updated on: Oct 11, 2023 | 6:46 PM

આ કાંડમાં બેંકના પૂર્વ જનરલ મેનેજર સુરેશ પટેલ અને આસિસ્ટન્ટ જનરલ મેનેજર યતીન જોશી સામે પણ ફરિયાદ નોંધાઇ છે. ત્રણેય શખ્સોએ મળીને છેતરપિંડી આચરી હોવાનો આરોપ છે. જે બાદ નવા ચેરમેનના ધ્યાને આવતા 30 જૂને ત્રણેયને કામ પરથી છૂટા કરી દીધા હતા.

વડોદરાના ડભોઇમાં (Dabhoi) આવેલી મહાલક્ષ્મી મર્કન્ટાઇલ બેંકમાં છેતરપિંડીના કેસમાં આરોપી ઉમેશ કંસારાની ધરપકડ કરાઇ છે. આરોપી કેનેડાથી પરત ફરતા દિલ્લી એરપોર્ટ પરથી ઝડપાઇ ગયો છે. ઉલ્લેખનીય છે કે, મહાલક્ષ્મી મર્કન્ટાઇલ બેંકના 2 ખાતેદારો સાથે છેતરપિંડી થઇ હતી. 2 ખાતેદારોના ખોટા ચેક રજૂ કરીને ખોટી સહીથી રૂપિયા 3.15 કરોડ પચાવી પાડ્યા હતા.

આ પણ વાંચો Vadodara: કોર્પોરેશનની ઢોર પકડનારી પાર્ટી પર પશુપાલકોનો હુમલો, ઝપાઝપી કરી ગાય છોડાવી ગયા, જુઓ Video

આ કાંડમાં બેંકના પૂર્વ જનરલ મેનેજર સુરેશ પટેલ અને આસિસ્ટન્ટ જનરલ મેનેજર યતીન જોશી સામે પણ ફરિયાદ નોંધાઇ છે. ત્રણેય શખ્સોએ મળીને છેતરપિંડી આચરી હોવાનો આરોપ છે. જે બાદ નવા ચેરમેનના ધ્યાને આવતા 30 જૂને ત્રણેયને કામ પરથી છૂટા કરી દીધા હતા.

બેંકના મેનેજર ગૌરાંગ પંચોલીએ આ સમગ્ર બાબતે પોલીસમાં ફરિયાદ કરી છે. ઉમેશ કંસારા તો ઝડપાઇ ગયો છે. ત્યારે યતીન જોશી આગોતરા જામીન પર હાજર થયો હતો. અન્ય એક પૂર્વ મેનેજર સુરેશ પટેલ વિદેશ હોવાથી તેને પકડવા તજવીજ હાથ ધરાઇ છે.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો