વડોદરામાં પતંગરસિકોની બજારમાં ભીડ ઉમટી, કોરોના નિયમોનું ઉલ્લંઘન

|

Jan 09, 2022 | 6:37 PM

ઉતરાયણ પર્વ પહેલાના રવિવારે બજારમાં ભીડના માહોલથી વેપારીઓમાં ખુશાલીનો માહોલ છે. મોટી સંખ્યામાં બજારોમાં ભીડને કારણે ચિંતાનું મોજું પણ ફરી વળ્યું છે. કોરોના મહામારી વચ્ચે લોકો પતંગોત્સવની ધૂનમાં જોવા મળ્યા હતા.

વડોદરા (VADODARA) શહેરના પતંગ બજારોમાં ખરીદી માટે લોકોની ભીડ ઉમટી છે. ઉતરાયણ પર્વ પહેલાના રવિવારે બજારમાં ભીડના માહોલથી વેપારીઓમાં ખુશાલીનો માહોલ છે. મોટી સંખ્યામાં બજારોમાં ભીડને કારણે ચિંતાનું મોજું પણ ફરી વળ્યું છે. કોરોના મહામારી વચ્ચે લોકો પતંગોત્સવની ધૂનમાં જોવા મળ્યા હતા. અને, શહેરના માંડવી બજારથી ગેંડી બજાર સુધીની તમામ બજારો પતંગરસિકોથી ઉભરાઇ પડી હતી. જોકે, પતંગરસિકોની ભીડને જોતા આ વર્ષે પતંગના વેપારીઓને સારી કમાણી થાય તેવું પણ લાગી રહ્યું છે. પરંતુ, કોરોનાની ત્રીજી લહેર હાલ ચાલી રહી છે. ત્યારે આ ભીડ આફત ન નોતરે તો નવાઇ નહીં.

અમદાવાદમાં પણ કંઇક આવા જ દ્રશ્યો જોવા મળ્યા

અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં બજારોમાં ઉતરાયણની રોનક જોવા મળી રહી છે. તેમજ શહેરના કોટ વિસ્તારમાં પતંગ દોરીની ખરીદી માટે લોકોની ભીડ જોવા મળી હતી. કોરોનાને કારણે પતંગ અને દોરીના ભાવમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. તેમજ રાયપુર, ખાડિયા અને દિલ્લી દરવાજા ખાતે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે.

અમદાવાદમાં કોરોના વિસ્ફોટ થયો છે. રોજના બે હજારથી પણ વધારે કેસ આવી રહ્યાં છે.. છતાં લોકો બેદરકાર છે.. અમદાવાદમાં ભદ્ર બજારમાં  લોકોની બજારમાં ખરીદી માટેની આ ભીડ જ સંક્રમણની સ્ફોટક સ્થિતિ સર્જશે. લોકો માસ્ક વગર બેરોકટોક ફરી રહ્યાં છે. પોલીસ પણ અહીં મૂકપ્રેક્ષકની જેમ ઉભી છે. બજારની આ ભીડ સંક્રમણનું કારણ બની શકે છે.. લોકો પહેલી અને બીજી લહેર બાદ પણ કોરોનાની ગંભીરતા સમજ્યા નથી. અને ત્રીજી લહેરમાં પણ આ બેદરકારી અમદાવાદને ભારે પડશે.

આ પણ વાંચો : અમદાવાદમાં ઉત્તરાયણની ખરીદી માટે બજારોમાં ભારે ભીડ, કોરોનાના નિયમો ભુલાયા

આ પણ વાંચો : Vadodara : પીએમ મોદીની સુરક્ષામાં ચૂક મામલે ભાજપે ધરણા યોજ્યા, કોંગ્રેસ પર મૂક્યો આ આરોપ

Next Video