Vadodara: ઈદ પર જુલુસમાં વાંધાજનક ગીતો વગાડતા ગુનો નોંધાયો, 3 શખ્શોની ધરપકડ, જુઓ Video
વડોદરામાં ઈદના તહેવાર દરમિયાન નિકળેલ જુલુશમાં વાંધાનજનક ગીતો વગાડવાને લઈ પોલીસે કાર્યવાહી કરી છે. વડોદરા શહેર પોલીસ દ્વારા ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જુલુસના આયોજક સહિત ત્રણ લોકોની ધરપકડ કરાઈ છે. વાંધાજનક ગીતોને ઉંચા અવાજ સાથે વગાડવામાં આવ્યા હતા. જેને લઈ પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસે ગુનો નોંઘીને ત્રણેયની ધરપકડ કરીને તપાસ શરુ કરી હતી.

આ પણ વાંચોઃ Sabarkantha: લક્ષદ્વીપ અને દમણ-દીવના પ્રશાસક પ્રફુલ પટેલે હિંમતનગરમાં દુકાને દુકાને ફરીને કરી સ્વચ્છતાને લઈ ખાસ અપીલ, જુઓ Video
ગત 29 સપ્ટેમ્બરે ભોઈ કબ્રસ્તાનથી જુલુસ શરુ થયુ હતુ. ઈદના દિવસે નિકળેલ આ જુલુસ અલીફ નગર પાસે પહોંચ્યુ હતુ આ દરમિયાન અહીં ઉંચા અવાજે વાંધાજનક ગીતો વગાડવામાં આવ્યા હતા. ઈદને લઈ વડોદરા પોલીસે શહેર ભરમાં ચૂસ્ત બંદોબસ્ત દાખવ્યો હતો. આ ઉપરાંત કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં પણ ચૂસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. તેમજ તહેવારોને લઈ તમામ હિલચાલ પર બારીકાઈથી નજર પોલીસ દ્વારા રાખવામાં આવી રહી હતી.
વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos
Latest News