VADODARA : આવાસ યોજના ડ્રો કૌભાંડના આરોપીઓને કોર્ટે જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલ્યા

આરોપીઓ પ્રમોદ વસાવા અને નિશિથ પિઠવાના રિમાન્ડ પૂર્ણ થતાં આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2021 | 3:18 PM

VADODARA : વડોદરામાં આવાસ યોજના ડ્રો કૌભાંડના બે આરોપી અધિકારીને કોર્ટમાં રજૂ કરાયા હતા. આરોપીઓ પ્રમોદ વસાવા અને નિશિથ પિઠવાના રિમાન્ડ પૂર્ણ થતાં આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતા. વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કોર્ટ પાસે વધુ બે દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યાં હતા. કોર્ટે વધુ રિમાન્ડની માંગ ફગાવી
બંને આરોપીને જયુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે.

કોર્પોરેશનની હાઉસિંગ યોજનાના મકાનોના ડ્રો થયા પછી લાભાર્થીઓના નામની યાદી બદલવાના કેસમાં FIR નોંધાઇ હતી.કાર્યપાલક ઇજનેર પ્રમોદ વસાવા તથા MIS એક્સપર્ટ નિશીથ પીઠવા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે MIS એક્સપર્ટ નિશીથ પીઠવા કોન્ટ્રાક્ટ પર હોવાથી તેમને નોકરીમાંથી છૂટો કરી દેવામાં આવ્યો છે.

કાર્યપાલક ઇજનેર પ્રમોદ વસાવાએ કોઇના દબાણ હેઠળ યાદી બદલી નાખ્યાની કબૂલાત કરી હતી.વડોદરા શહેર પોલીસ કમિશનરે નવાપુરા પોલીસ પાસેથી તપાસ લઇને સમગ્ર કૌભાંડની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપી દીધી છે.ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીઓની ધરપકડ કરી હતી અને રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કર્યા હતા.

આ પણ વાંચો : GANDHINAGAR : રાજ્યમાં ખેડૂતોને મળતા વીજ પુરવઠામાં ધરખમ વધારો કરવામાં આવ્યો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">