વડોદરા : કોર્પોરેટરની રજૂઆત અધિકારીઓ ન સાંભળતા હોવાનો આક્ષેપ, કોર્પોરેટર ખુદ ગટર જેવી ગંદી કાંસમાં ઉતર્યા

|

Feb 18, 2022 | 1:02 PM

અધિકારીઓને ખુલ્લા પાડવા વોર્ડ નંબર 15ના ભાજપના કોર્પોરેટર આશિષ જોશી વરસાદી પાણીની કાંસમાં ઉતર્યા. અને 25 મીટર સુધી જઈને પીવાના પાણીની લાઈનમાં લીકેજ શોધી કાઢ્યું. કોર્પોરેટરનો આક્ષેપ છે કે અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જ કામ કરવામાં નથી આવતું.

વડોદરામાં (Vadodara) ફરી એકવાર અધિકારી રાજની બૂમ ઉઠી છે. કોર્પોરેશનના (Corporation)અધિકારીઓ ભાજપના જ નગરસેવકોની રજૂઆતોને ઘોળીને પી જતા હોવાની વધુ એક ઘટના વડોદરામાં સામે આવી છે. જ્યાં ઉમા ચાર રસ્તા પાસે ખુદ કોર્પોરેટર (Corporator)વરસાદી કાંસમાં ઉતર્યા. અધિકારીઓને ખુલ્લા પાડવા વોર્ડ નંબર 15ના ભાજપના કોર્પોરેટર આશિષ જોશી વરસાદી પાણીની કાંસમાં ઉતર્યા. અને 25 મીટર સુધી જઈને પીવાના પાણીની લાઈનમાં લીકેજ શોધી કાઢ્યું. કોર્પોરેટરનો આક્ષેપ છે કે અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જ કામ કરવામાં નથી આવતું. અધિકારીઓ કામ ન કરતા હોવાથી વર્ષોથી પીવાનું પાણી વેડફાતું હતું. હજારો ગેલન પીવાનું પાણી લોકોને મળવાને બદલે વેડફાઈ ગયું.

તો બીજી તરફ વોર્ડ નંબર 15ના ભાજપના કોર્પોરેટર રણછોડ રાઠવાએ પણ અધિકારીઓ પર ગંભીર આક્ષેપ કર્યા છે. રણછોડ રાઠવાનો આક્ષેપ છે કે અધિકારીઓ તેમની રજૂઆતો નથી સાંભળતા. હાલ તો આ ઘટના પરથી ફલિત થઇ રહ્યું છેકે શું વડોદરામાં અધિકારી રાજ ચાલી રહ્યું છે? અધિકારીઓ કેમ ભાજપના નગરસેવકોની રજૂઆતો નથી સાંભળતા? પ્રજાના કામ કરવામાં અધિકારીઓને કેમ રસ નથી?

આ પણ વાંચો : ધો-10-12ની પ્રીલિમિનરી પરીક્ષાનું પેપર લીક થતા ખળભળાટ, તપાસના આદેશ અપાયા

આ પણ વાંચો : NHPC JE Recruitment 2022: જુનિયર એન્જિનિયરની જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ નજીક, જલ્દી કરો અરજી

Published On - 11:59 am, Fri, 18 February 22

Next Video