Vadodara : ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલનો બંગલો અને દુકાન કરાયા કબ્જે, લોન નહી ભરતા બેંકની કાર્યવાહી, જુઓ Video

|

Mar 14, 2024 | 2:59 PM

વડોદરાના માંજલપુરના ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલ ફરી વિવાદમાં આવ્યા છે. કલ્પેશ પટેલ ઉર્ફે જય રણછોડે બેંકનું ફૂલેકુ ફેરવ્યું છે. જે પછી હવે જય રણછોડનો બંગલો અને દુકાનનો કબજો યુનિયન બેંક ઓફ ઇન્ડિયાએ લઇ લીધો છે. બેંકે નોટિસ આપ્યા બાદ આ કાર્યવાહી કરી છે.

આ પણ વાંચો- ગુજરાતમાં વસતા શરણાર્થીઓએ ગૃહ રાજ્યપ્રધાન સાથે કરી મુલાકાત, CAAના કાયદાને લઇને સરકારનો આભાર માન્યો, જુઓ Video

માંજલપુરના ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલે બેંક પાસેથી લોન લીધા પછી 1.78 કરોડ રુપિયાની ભરપાઇ કરી નથી. આ નાણાં વસુલવા યુનિયન બેંકે કડક કાર્યવાહી કરી છે.બેંકે 60 દિવસમાં રૂપિયા પરત કરવા અંગે નોટિસ આપી હતી. જે પછી નાણાં ન મળતા બેંકની અલકાપુરી શાખા દ્વારા કલ્પેશ પટેલના માંજલપુરમાં, પુરૃષોત્તમ નગર સોસાયટીમાં આવેલા બંગલો ‘હરિદર્શન’ અને માંજલપુરમા કાશમાં હાઇટ્સ બિલ્ડિંગમાં આવેલી દુકાનમાં નોટિસ લગાવીને કબજો લઇ લીધો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video