Vadodara : કોર્પોરેશનનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર, 1300 કરોડના વિકાસ કાર્યોનું આયોજન

|

Feb 04, 2022 | 9:19 PM

વડોદરા મહાનગર પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કહ્યું, જૂના મકાનો માટે મોનીટરીંગ સેલની રચના કરવામાં આવશે. જ્યારે સ્વચ્છતા મુદ્દે તમામ મહિનામાં કોઈને કોઈ વિષય મુદ્દે સ્વચ્છતા પખવાડિયા તરીકે ઉજવાશે અનેક વિસ્તારોમાં પે એન્ડ પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.

વડોદરા(Vadodara)મહાનગર પાલિકાનું વર્ષ 2022-23નું સુધારા વધારા સાથેનું બજેટ(Budget) શુક્રવારે રજૂ કરવામાં આવ્યું છે. જેમાં સ્ટેન્ડિંગ કમિટીના(Standing Committee)  ચેરમેન ડૉ. હિતેન્દ્ર પટેલે સુધારા સાથેનું બજેટ રજૂ કર્યું છે..સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કહ્યું, જૂના મકાનો માટે મોનીટરીંગ સેલની રચના કરવામાં આવશે. જ્યારે સ્વચ્છતા મુદ્દે તમામ મહિનામાં કોઈને કોઈ વિષય મુદ્દે સ્વચ્છતા પખવાડિયા તરીકે ઉજવાશે અનેક વિસ્તારોમાં પે એન્ડ પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. જયારે નવા CHC સેન્ટર આધુનિક બનાવાશે. તેમજ સ્મશાનના વિકાસના કામો પણ ઝડપથી થાય તે મુદ્દે પણ બજેટમાં જોગવાઈ કરાઈ. આ વર્ષે વિકાસના 1300 કરોડના વિકાસ કાર્યોનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે બગીચામાં સુવિધા વધારવામાં આવશે અને તળાવ પણ નવા બનાવવામાં આવશે..વર્ષો જૂના પ્રશ્નોની સાથે નિર્ભયા સેલની રચના અને જૂના મકાનોને લઈ પણ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો : GIR SOMNATH : સોમનાથના ભોજનાલયમાં વિનામુલ્યે મહાપ્રસાદનો લાભ લઇ ભાવિકો ધન્યતા અનુભવે છે

આ પણ વાંચો : Rajkot : નવતર પ્રયોગ, વાહનોના સ્ક્રેપનો ઉપયોગ કરી તૈયાર કરાયા બેસવાના બાંકડા

 

Next Video