Vadodara ના સૌથી લાંબા બ્રિજની કામગીરીને લાગ્યું ગ્રહણ, કામ ઝડપથી પૂર્ણ કરવા લોકોની માંગ

| Edited By: | Updated on: Feb 11, 2022 | 8:01 PM

વડોદરામાં ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીના સૌથી લાંબા બ્રિજને હવે આર્થિક ગ્રહણ લાગી ચૂક્યું છે. કારણ કે બ્રિજના બાંધકામ માટે હાલ પૂરતી સરકારની મદદ નહીં મળે. આ બ્રિજ માટે 120 કરોડની જરૂર છે.

વડોદરાવાસીઓ(Vadodara) જેની ખુબ આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે તેવા વડોદરાના સૌથી લાંબા બ્રિજને(Longest Bridge)  શરૂ થવામાં હજૂ રાહ જોવી પડી શકે છે.. ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીના આ બ્રિજનું માત્ર ત્રીસ ટકા જ કામ પૂરી થયું છે. આશ્ચર્યની વાત તો એ છે કે માત્ર ત્રણ વર્ષમાં આ બ્રિજની કામગીરી પૂર્ણ કરવાની હતી પરંતુ પાંચ વર્ષ થઈ ગયા છતાં બ્રિજનું કામ અટકેલું પડ્યું છે અને હવે સ્થિતિ તો એ ઉભી થઈ છે કે આ બ્રિજને બનાવવા માટે વધુ ગ્રાન્ટની(Grant)  જરૂર પડી છે. બ્રિજને પૂર્ણ કરવા માટે હવે 120 કરોડ રૂપિયાની જરૂર છે.

ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીના સૌથી લાંબા બ્રિજને હવે આર્થિક ગ્રહણ લાગી ચૂક્યું છે. કારણ કે બ્રિજના બાંધકામ માટે હાલ પૂરતી સરકારની મદદ નહીં મળે. આ બ્રિજ માટે 120 કરોડની જરૂર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં વડોદરા પાલિકા, ભાજપના સંગઠનના હોદ્દેદારોની બેઠક યોજાઇ જેમાં મુખ્યમંત્રીએ એક શહેર માટે આટલી મોટી રકમ આપવા અંગે સ્પષ્ટ ના પાડી દીધી…

આ બ્રિજની જાહેરાત 2017માં વિધાનસભાની ચૂંટણી અગાઉ કરાઈ હતી. ત્યારે તેનો ખર્ચ 222 કરોડ નક્કી કરાયો હતો. ત્યારબાદ પ્રોજેક્ટની કિંમત વધતા 288 કરોડ થવા જાય છે. હજી બ્રિજનું 30 ટકા કામ બાકી છે.દર વર્ષે સરકારમાંથી 200 કરોડ સ્વર્ણિમ ગુજરાતની ગ્રાન્ટ પેટે મળે છે. જે પાલિકા રસ્તા, પાણી અને ગટર જેવી અનિવાર્ય સુવિધા માટે વાપરે છે.

હાલમાં સરકારે બ્રિજની કામગીરી માટે જે રકમ ફાળવી છે તે આ ગ્રાન્ટના ત્રીજા ભાગની પણ નથી. વિપક્ષ કહે છે કે આ રીતે હજી પણ વર્ષો સુધી બ્રિજ બને એમ નથી

આ પણ વાંચો : મહેસાણા : જમીન સંપાદનના વળતર સંબંધિત કેસના નિકાલ માટે અમદાવાદ ઝોનની પ્રિસાઈડીંગ ઓફિસરની કચેરીનો શુભારંભ

આ પણ વાંચો :  Banaskantha : આંગડિયા કર્મચારીની નજર ચૂકવી લૂંટારૂ એક કરોડનું સોનું લઈ ફરાર, પોલીસે નાકાબંધી કરી