Gujarati Video : MSUમાં સિંગર દર્શન રાવલના લાઈવ કોન્સર્ટમાં હંગામો, બે યુવતી બેભાન થઈ Videoમાં જોવા મળ્યાં દ્રશ્યો

દર્શન રાવલના લાઈવ કોન્સર્ટ દરમિયાન બે યુવતીઓ બેભાન થઈ ગઇ હતી. સાથી વિદ્યાર્થીઓએ સમયસુચકતા વાપરી તેમને બહાર લઇ જઇને પ્રાથમિક સારવાર અપાઈ હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 06, 2023 | 10:29 AM

વડોદરાની MSUમાં દર્શન રાવલના લાઈવ કોન્સર્ટમાં ભારે ભીડ થઈ જતા સ્થિતિ કાબૂ બહાર પહોંચી હતી. ટેકનોલોજી ફેકલ્ટીની ફૂટપ્રીન્ટ ઇવેન્ટમાં પાસની કાળાબજારીને કારણે ઓવરક્રાઉડ થતાં ધક્કામુક્કીમાં ગૂંગળામણને કારણે 2 વિદ્યાર્થીઓ બેભાન થઇ જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કાર્યક્રમ શરૂ થાય તે પહેલા 6 વાગ્યાથી ટેકનોલોજી ફેકલ્ટીના ગેટની બહાર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકત્રીત થઇ ગયા હતા.

આ પણ વાંચો : Vadodara : વૃદ્ધાનો ભોગ લેનારી ગાયના માલિકની થઈ ધરપકડ, તંત્રએ ગટર -પાણીના જોડાણ કાપવાના આદેશ આપ્યા

ગેટમાં સમયસર એન્ટ્રી નહી મળતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. જેમાં વિદ્યાર્થી નેતાએ ગેટ પર ચઢીને ગેટ ખોલાવ્યો હતો. વિદ્યાર્થીઓની આશરે અડધા કિમી લાંબી લાઇનની કતાર લાગી હતી. ગ્રાઉન્ડની 3500ની ક્ષમતા સામે કાળાબજારી કરી 8 હજાર પાસ વેચાયા હોવાના આક્ષેપ થઇ રહ્યા છે. ઓવરક્રાઉડને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વિદ્યાર્થીઓને કંટ્રોલ કરવા માટે વીજીલન્સ અને બાઉન્સરોએ ભારે જેહમત ઉઠાવવી પડી હતી.

દર્શન રાવલના લાઈવ કોન્સર્ટ દરમિયાન બે યુવતીઓ બેભાન થઈ ગઇ હતી. સાથી વિદ્યાર્થીઓએ સમયસુચકતા વાપરી તેમને બહાર લઇ જઇને પ્રાથમિક સારવાર અપાઈ હતી. ભારે ભીડ ,ગરમી અને ગભરાટને કારણે વિદ્યાર્થીઓની તબિયત બગડી હોવાનું અનુમાન લગવાઇ રહ્યું છે. આ સાથે દર્શન રાવલ ગીત ગાતા અટકી જઇ વિદ્યાર્થીઓની સારવાર માટે આયોજકોનું ધ્યાન પણ દોર્યું હતુ.

Follow Us:
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">