આજે વડોદરા જિલ્લાના પાદરામાં પ્રમુખ સ્વામી મહારાજના જન્મસ્થળ ચાણસદ ખાતે રાજ્યના પ્રવાસન વિભાગ અને BAPS સંસ્થા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલા નારાયણ સરોવરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ થવા જઇ રહ્યું છે. ત્યારે આ કાર્યક્રમના આયોજનને લગતી તમામ તૈયારીઓ તંત્ર દ્વારા પૂર્ણ કરી લેવામાં આવી છે.
સુરક્ષા વ્યવસ્થામાં 2 DYSP,6 PI,25 PSI સહિત 500થી વધુ પોલીસ કર્મીઓ ખડેપગે તૈનાત રહેશે. તેમજ અલગ અલગ જગ્યા ઉપર સુરક્ષાના ભાગરૂપે CCTV કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. ત્યારે પોલીસ કર્મીઓ દ્વારા કાર્યક્રમના સ્થળ પર રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું. અને વ્યવસ્થામાં કોઇ ચૂક ન રહી જાય તે અંગે ખાસ ધ્યાન રાખી અધિકારીઓ દ્વારા ચકાસણી કરી લેવામાં આવી હતી.
આ પણ વાંચો : Vadodara: સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે સર્કિટ હાઉસમાં બંધ બારણે અચાનક યોજી અલગ અલગ બેઠકો
નવનિર્મિત નારાયણ સરોવરમાં ભક્તો માટે સ્નાનકુંડ સહિત બાળકો માટે ક્રીડાંગણની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તેમજ પ્રમુખ સ્વામી મહારાજના જીવન સાથે સંકળાયેલી નાનીમોટી બાબતોનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું છે.
આજે વડોદરામાં મુખ્યમંત્રીના આગમનને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. CM ભૂપેન્દ્ર પટેલ સવારે 10.30 કલાકે એરપોર્ટથી બાય રોડ વરણામાં ત્રિમંદિર ખાતે પહોંચશે. આ ઉપરાંત વડોદરાના જિલ્લા ભાજપના હોદ્દેદારો ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓ અને સંધના કાર્યકરો સાથે મુલાકાત કરશે. તેમજ ભાજપના આગેવાનો અને સરકારી અધિકારીઓની સંયુક્ત બેઠક બોલાવે તેવી પણ શક્યતા છે. ભૂપેન્દ્ર પટેલ આજે વડોદરાના ચાણસદ ખાતે સાંજે 5.30 કલાકે નારાયણ સરોવરનું લોકાર્પણ કરશે. જ્યારે સાંજે 7.00 કલાકે ગોરવા લેઉવા પટેલ સમાજના છાત્રાલયનું ખાતમુર્હૂત કરશે.
આ અગાઉ હનુમાન જયંતીની પૂર્વ સંધ્યાએ સાળંગપુર ધામમાં 54 ફૂટ ઊંચી દાદાની આ પ્રતિમા ‘કિંગ ઓફ સાળંગપુર’નું અનાવરણ કરવામાં આવ્યું હતુ. રાકેશપ્રસાદદાસજી મહારાજના હસ્તે દાદાની ભવ્ય અને વિશાળકાય મૂર્તિનું અનાવરણ થયું હતુ. જે પછી આજે હનુમાન જયંતીના દિવસે દાદાના દર્શને હજારોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. આ પાવન અવસરનો લહાવો લેવા માટે સાળંગપુરમાં મોટા પાયે શ્રદ્ધાળુઓનો જમાવડો જોવા મળ્યો હતો.
આ સાથે જ બોટાદના સાળંગપુરમાં બનેલા અત્યાનુધિક ભોજનાલયનું અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. ભોજનાલયની વિશેષતાની વાત કરીએ તો, આ ભોજનાલય 24 કલાક ચાલુ રહેશે. 4550 સ્કેવર ફૂટમાં રસોઇઘર બનાવવામાં આવી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 9:54 am, Sun, 9 April 23