Vadodara: વડોદરામાં CM આવાસ યોજનામાં ઘર અપાવવાના બહાને 7.67 લાખ પડાવનાર ભેજાબાજ ઝડપાયો, જુઓ Video

| Edited By: | Updated on: Aug 27, 2023 | 4:47 PM

માંજલપુર વિસ્તારમાં એક પરિવારને ઘરનુ ઘર મુખ્ય પ્રધાન આવાસ યોજનામા અપાવવાનુ કહીને છેતરપિંડી આચરી હતી. 7.67 લાખ રુપિયાની રકમ દસ્તાવેજ ખર્ચ સહિતના પેટે લઈને છેતરપિંડી આચરી હતી. 

વડોદરાના માંજલપુરમાં મુખ્યપ્રધાન આવાસ યોજનામાં મકાન અપાવવાનુ કહીને છેતરપિંડી આચરનારો શખ્શ ઝડપાયો છે. માંજલપુર પોલીસે 2 આરોપીઓ સામે ગત 13 ઓગષ્ટે ફરિયાદ નોંધીને તપાસ શરુ કરી હતી. માંજલપુર વિસ્તારમાં એક પરિવારને ઘરનુ ઘર મુખ્ય પ્રધાન આવાસ યોજનામા અપાવવાનુ કહીને છેતરપિંડી આચરી હતી. 7.67 લાખ રુપિયાની રકમ દસ્તાવેજ ખર્ચ સહિતના પેટે લઈને છેતરપિંડી આચરી હતી.

આરોપી શખ્શે બનાવટી પહોંચ અને ફાળવણી પત્ર આપીને છેતરપિંડી કરી હતી. પોલીસે ભરત ગજ્જર નામના શખ્શને ઝડપીને જેલના હવાલે કર્યો છે. જ્યારે દિલીપ જોષી નામના વધુ એક શખ્શની શોધખોળ શરુ કરી છે. પોલીસે આવાસ યોજનાના નામે લોકોને છેતરનારી આ ટોળકીને લઈ પૂછપરછ શરુ કરી છે અને અન્ય કોઈને આ પ્રકારે શિકાર બનાવ્યા હતા કે, કેમ તેની પણ તપાસ શરુ કરી છે.

 

આ પણ વાંચોઃ  Love Story એ પરિવાર ઉજાડી દીધો, પિતા-પુત્રનુ આપઘાતમાં મોત, સગીર પ્રેમિકાના 6 સગા સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો

વડોદરા સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો