VADODARA : કેન્ટોન લેબોરેટરીઝ કંપનીમાં બોઈલર ફાટતાં 4 લોકો જીવતા ભૂંજાયા, મોત માટે જવાબદાર કોણ ?

|

Dec 24, 2021 | 1:21 PM

તો આ તરફ કંપનીના ડાયરેક્ટરની વર્તણૂક કંપનીની કોઈ જ ભૂલ ન હોય તે પ્રકારની જણાઈ રહી છે. કોઈપણ પ્રકારની જવાબદારી લેવા ન માગતા હોય તેમ તેઓએ ઉડાઉ આપ્યા.

VADODARA :  કેન્ટોન લેબોરેટરીઝ કંપનીમાં બોઈલર ફાટતાં 4 લોકો જીવતા ભૂંજાયા, મોત માટે જવાબદાર કોણ ?
કંપનીમાં બ્લાસ્ટ, 4 મોત

Follow us on

વડોદરામાં (VADODARA) વડસર બ્રિજ પાસે આવેલી કેન્ટોન લેબોરેટરીઝ કંપનીમાં(Canton Laboratories Company) બોઈલર ફાટતાં 4 લોકો જીવતા ભૂંજાઈ ગયા. એક મહિલા અને એક બાળક સહિત ચાર લોકો મોતને ભેટ્યા છે. ઓવરહિટિંગના કારણે બોઈલર ફાટતાં પ્રચંડ બ્લાસ્ટ (BLAST) થયો અને ક્ષણભરમાં જ કેમિકલ કંપનીમાં હાહાકાર મચી ગયો. સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ. દાઝી ગયેલા 10થી વધુ લોકોની ચીચીયારીઓથી આખા વિસ્તારમાં હૈયું કકળી ઉઠે તેવો માહોલ જોવા મળ્યો.

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. અને આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર બ્રિગેડે રાહત અને બચાવકાર્ય હાથ ધરતાં તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે SSG હોસ્પિટલમાં લઈ જવાયા છે.

તો બીજી તરફ ઘટનાની જાણ થતાં જ પોલીસ કમિશનર સમશેરસિંઘ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તેમણે કંપનીની મુલાકાત કરી હતી. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે કંપની પાસે આવેલું મકાન પણ ધરાશાયી થઈ ગયું છે. નિયમો પ્રમાણે કંપની પાસે રહેણાક મકાન ન હોવું જોઈએ. તેમ છતાં ત્યાં મકાન બનાવી દેવાતા કંપની સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. પોલીસ કમિશનરે પણ એ વાતને સમર્થન આપ્યું કે કંપની પાસે મકાન ન હોવું જોઈએ.

જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો

પોલીસનો દાવો છે કે તમામ પાસાઓની ચકાસણી કરાશે. અને કંપનીની જો કોઈ ગુનાકિય બેદરકારી હશે તો ગુનો દાખલ કરાશે. મહત્વનું છે કે કેન્ટોન લેબોરેટરીઝ કંપની પરિસરમાં કામદારોના રહેવા માટે વસાહત બનાવવામાં આવી હતી. વસાહતની બિલકુલ નજીક જ બોઇલર ફાટ્યું હતું. જેમાં કામદારોના નાના બાળકો સહિત પરિવારજનો પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે, આસપાસના ઉદ્યોગો હચમચી ઉઠ્યા હતા અને દોઢ કિલોમીટર સુધી બિલ્ડિંગોના કાચ તૂટ્યા હતા.

તો આ તરફ કંપનીના ડાયરેક્ટરની વર્તણૂક કંપનીની કોઈ જ ભૂલ ન હોય તે પ્રકારની જણાઈ રહી છે. કોઈપણ પ્રકારની જવાબદારી લેવા ન માગતા હોય તેમ તેઓએ ઉડાઉ આપ્યા.

 

આ પણ વાંચો : વિદ્યાર્થીઓનું નસીબ ફૂટ્યું! રાજ્યમાં અન્ય એક પેપર ફૂટ્યા બાદ પરીક્ષા રદ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં

આ પણ વાંચો : Aravalli: ડે. ક્લેક્ટર મયંક પટેલ દ્વારા મહિલા પજવણી કેસમાં નવો વળાંક, મહિલા અધિકારી અને ડે.ક્લેક્ટર વચ્ચે સમાધાન

 

Published On - 1:21 pm, Fri, 24 December 21

Next Article