વડોદરા વીડિયો: બોટ દુર્ઘટના બાદ હરણી લેક ઝોન કરાયું સીલ, કોઈ પ્રવેશ કરશે તો કરાશે કાર્યવાહી
હરણી લેક ઝોનને સીલ કરવામાં આવ્યુ છે. હરણી લેક ઝોનના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટને કોર્પોરેશને સીલ કર્યા છે. તેમજ હરણી લેક ઝોનના પરિસરમાં જવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
વડોદરાના હરણી તળાવમાં બનેલી બોટ દુર્ઘટનામાં 12 વિદ્યાર્થી સહિત 2 શિક્ષકના મોત થયા છે. જેના પગલે હરણી લેક ઝોનને સીલ કરવામાં આવ્યુ છે. હરણી લેક ઝોનના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટને કોર્પોરેશને સીલ કર્યા છે. તેમજ હરણી લેક ઝોનના પરિસરમાં જવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત ફૂડ કોર્ટની દુકાનો પણ સીલ કરવામાં આવી છે. હરણી લેક ઝોનમાં કોઈ પણ વ્યક્તિ પ્રવેશ કરશે તો કાર્યવાહી થશે.
SITની રચના કરાઈ
બીજી તરફ હરણી દુર્ઘટના મુદ્દે તપાસનો ધમધમાટ કર્યો છે. જેના પગલે SITની રચના કરવામાં આવી છે. એડિશનલ પોલીસ કમિશનર મનોજ નિનામાના નેતૃત્વ હેઠળ SITની રચના કરવામાં આવી છે. જેમાં ઝોન 4 ડીસીપી પન્ના મોમાયા, ક્રાઇમ DCP યુવરાજસિંહ જાડેજાનો SITમાં સમાવેશ છે. જો કે ક્રાઈમબ્રાંચના ACP, 2 PI અને 1 PSIનો પણ SITમાં સમાવેશ કરવામાં આવ્યો છે. SITમાં કુલ 7 સભ્યોનો સમાવેશ છે.
Latest Videos