Vadodara: દિવ્ય દરબાર માટે કરાયું ભૂમિપૂજન, ડોમ-સ્ટેજની શરૂ થશે કામગીરી, જુઓ Video

| Edited By: | Updated on: May 26, 2023 | 10:20 PM

વડોદરામાં બાબા બાગેશ્વરના કાર્યક્ર્મને લઈ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. મહત્વનુ છે કે વૈદિક પરંપરાથી કાર્યક્રમ સ્થળનું ભૂમિપૂજન કરાયું હતું. કાર્યક્રમમાં 50 હજારથી 1 લાખથી પણ વધુ લોકો હાજરી આપશે તેવો દાવો કરાયો છે.

Vadodara: 3 જૂને ધીરેન્દ્ર શાસ્ત્રીનો કાર્યક્રમ વડોદરામાં થવાનો છે. ત્યારે બાબા બાગેશ્વરના દિવ્ય દરબારના કાર્યક્રમ સ્થળે ભૂમિપૂજન કરાયું હતું. આ પ્રસંગે આયોજકોની સાથે ભાજપના કાર્યકરો અને વડોદરાના દિગ્ગજોએ પણ હાજરી આપી. વૈદિક પરંપરાથી કાર્યક્રમ સ્થળનું ભૂમિપૂજન કરાયું હતું. આ ભૂમિપૂજન બાદ સ્ટેજ, ડોમ અને પાર્કિંગ સહિતની વ્યવસ્થાઓ ઉભી કરવાની કામગીરી શરૂ કરાશે. મહત્વનું છે કે, વડોદરાના આ કાર્યક્રમમાં 50 હજારથી 1 લાખ સુધી લોકો હાજરી આપે, તેવા દાવા થઈ રહ્યા છે. જે મુજબ તૈયારીઓ પણ કરાઈ રહી છે.

આ પણ વાંચો : દર્દીઓના ભોજનમાં શ્વાન દ્વારા મોઢું મારવાના કેસમાં કાર્યવાહી, ભોજન પહોંચાડનાર કોન્ટ્રાક્ટર એજન્સીનો કર્મચારી સસ્પેન્ડ

આ પ્રસંગે ભાજપના શહેર પ્રમુખે જણાવ્યુ હતું કે ભાજપા આ કાર્યક્ર્મમાં સહયોગી સંસ્થા તારીખે નથી પરંતુ ભાજપના કાર્યકરો સહયોગી છે તેમ જણાવ્યુ. 50 હજાર થી 1 લાખ લોકો આ કાર્યક્ર્મમાં પધારશે તેવું જણાવ્યુ હતું. મહત્વનુ છે કે વડોદરા શહેરની પરંપરા છે કે કોઈ પણ ધાર્મિક કાર્યક્ર્મ હોય તો રાજકીય વિચારધારા બાજુ એ મૂકી ક્મકાજ કરતાં હોય છે.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો