Vadodara: વડોદરાના પરથમપુરા ગામે ખનીજ માફિયાઓએ અધિકારીઓના વાહનો પર હુમલો કર્યો, જુઓ Video

| Edited By: | Updated on: Aug 28, 2023 | 6:21 PM

મહિસાગર નદીમાં ખાનગી વાહનો લઈને દરોડો પાડવા માટે અધિકારીઓ પહોંચ્યા અને તેમના વાહનોના કાચ ફોડી નાંખવા સાથે ધોકા અને દંડા વડે વાહન પર હુમલો કર્યો હતો. ઘટનાને પગલે સ્થાનિક સાવલી પોલીસની ટીમો પહોંચી હતી.

વડોદરા જિલ્લામાંથી પસાર થતી મહિસાગર નદીમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. અધિકારીઓ પર પણ તેઓ અવાર નવાર હુમલાઓ કરી રહ્યા હોવાની ઘટનાઓ અનેક વાર સામે આવી છે. ફરી એકવાર આવી જ ઘટના સર્જાઈ છે. મહિસાગર નદીમાં ખનીજ માફિયાઓ બેફામ બનીને દંડા અને ધોકા લઈને ખનીજ અધિકારીઓ પર તૂટી પડ્યાના સમાચાર સામે આવ્યા છે. મહિસાનગર નદીમાં રેતીનુ ખનન ગેરકાયદેસર થતુ હોવાને લઈ ખાણ ખનીજ અધિકારીઓએ દરોડો પાડ્યો હતો. આ દરમિયાન રેત માફિયાઓએ અધિકારીઓ પર હુમલો કર્યો હતો.

ખાનગી વાહનો લઈને દરોડો પાડવા માટે અધિકારીઓ પહોંચ્યા અને તેમના વાહનોના કાચ ફોડી નાંખવા સાથે ધોકા અને દંડા વડે વાહન પર હુમલો કર્યો હતો. ઘટનાને પગલે સ્થાનિક સાવલી પોલીસની ટીમો પહોંચી હતી. જોકે હુમલાખોર ખનીજ માફિયાઓની સામે હવે પોલીસે કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ  Arvalli: શામળાજી બોર્ડર પાસેથી 48.53 લાખનો દારુ ભરેલ કન્ટેનર ઝડપાયુ, કોણે મંગાવ્યો વિશાળ જથ્થો? તપાસ શરુ

 વડોદરા સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો