Vadodara : વુડાના મહિલા અધિકારીની ફરિયાદ બાદ આર્કિટેક્ટ કિરીટ પટેલે કરી આ સ્પષ્ટતા

|

Feb 15, 2022 | 8:46 PM

વડોદરાના આર્કિટેક્ટ કિરીટ પટેલે કહ્યું કે વુડામાં  વિકાસ ચાર્જ ભરવા અરજી દ્વારા પેપર્સની માંગ કરી હતી. તેમજ વારંવાર રજૂઆત છતાં દસ્તાવેજો મળતા નહોતા સાથે જ કહ્યું કે મે રુચિતા બેન સાથે મુલાકાત કરી જ નથી, છતાં બદ ઈરાદાથી ચલણ બનાવવામાં આવ્યું છે.

વડોદરામાં(Vadodara)  વુડાના મહિલા અધિકારીની ફરિયાદ બાદ આર્કિટેક્ટ કિરીટ પટેલે(Kirit Patel) સ્પષ્ટતા કરી છે. જેમા ગાળાગાળી અને ગેરવર્તણૂકના તમામ આક્ષેપ કિરીટ પટેલે ફગાવ્યાં અને કહ્યું કે વુડામાં(Vuda)  વિકાસ ચાર્જ ભરવા અરજી દ્વારા પેપર્સની માંગ કરી હતી. તેમજ વારંવાર રજૂઆત છતાં દસ્તાવેજો મળતા નહોતા સાથે જ કહ્યું કે મે રુચિતા બેન સાથે મુલાકાત કરી જ નથી, છતાં બદ ઈરાદાથી ચલણ બનાવવામાં આવ્યું છે.અમારા એસોસિએશનને દબાવવા ખોટા આક્ષેપો કરાઈ રહ્યાં છે.વુડાના મહિલા અધિકારી રુચિતા શાહે આર્કિટેક્ટ કિરીટ પટેલ ગેરવર્તણૂંક અને ગાળાગાળી કરતા હોવાના આરોપ સાથે ફરિયાદ નોંધાવી હતી.કિરીટ પટેલે ફરજમાં રુકાવટ કરી હોવાનો પણ આરોપ લગાવ્યો હતો.જેને લઇ પોલીસે પુરાવા એકત્ર કરી કાર્યવાહી શરૂ કરી છે. આ  પુરાવાના આધારે ધરપકડની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર અંત તરફ, નવા 998 કેસ નોંધાયા,16 લોકોના મૃત્યુ

આ પણ વાંચો : ગુજરાત ટાઇટન્સ તરફથી હાર્દિક પંડ્યા બોલિંગ કરશે કે નહીં, તેના પર આશીષ નહેરાએ આપ્યું નિવેદન

Published On - 8:46 pm, Tue, 15 February 22

Next Video