Vadodara : પોલીસ કમિશ્નર શમશેરસિંઘનો સપાટો, રાવપુરા પોલીસ સ્ટેશનના 84 પોલીસ કર્મીઓની સાગમટે બદલી

| Edited By: | Updated on: Mar 04, 2022 | 11:22 PM

રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિઓ વ્યાપક બની રહી હોવાથી અને અસામાજિક તત્વો બેફામ બની રહ્યા હોવાને કારણે રાવપુરા પોલીસના સમગ્ર સ્ટાફને બદલી દેવામાં આવ્યો છે. જેમાં 1 PSI ની બદલી તથા નવા 87 પોલોસ કર્મીઓની નિમણુક કરવામાં આવી છે.

વડોદરા(Vadodara)  પોલીસ કમિશ્નર શમશેરસિંઘે  વધુ એક વાર સપાટો બોલાવ્યો છે. જેમાં કારેલીબાગના વધુ એક પોલીસ સ્ટેશનના સમગ્ર સ્ટાફની સાગમટે બદલી(Transfer)  કરી નાખી છે. તેમણે રાવપુરા પોલીસ સ્ટેશન(Raopura police station) ના 84 પોલીસ કર્મીઓની સામુહિક બદલી છે. જેમાં ગુનાહિત પ્રવૃત્તિઓ વ્યાપક બની રહી હોવાથી અને અસામાજિક તત્વો બેફામ બની રહ્યા હોવાને કારણે રાવપુરા પોલીસના સમગ્ર સ્ટાફને બદલી દેવામાં આવ્યો છે. જેમાં 1 PSI ની બદલી તથા નવા 87 પોલોસ કર્મીઓની નિમણુક કરવામાં આવી છે.

અસમાજિકો તત્વો  બેફામ બની રહ્યા હોવાથી  રાવપુરા પોલીસના સ્ટાફને બદલી દેવાયો

રાવપુરા પોલીસ સ્ટેશનના પીઆઈની પણ થોડા સમય પૂર્વે બદલી કરવામાં આવી હતી. સીધી ભરતીથી આવેલ મહિલા પી આઈની તાજેતરમાં જ બદલી કરવામાં આવી હતી. બુટલેગરને છાવરવાના આરોપસર 5 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા. ગુનાહિત પ્રવૃત્તિઓ વ્યાપક બની રહી હોવાથી  અને અસમાજિકો તત્વો  બેફામ બની રહ્યા હોવાને કારણે રાવપુરા પોલીસના સમગ્ર સ્ટાફને બદલી દેવાયો છે. તેમજ રાવપુરા પોલીસ સ્ટેશન અગાઉથી જ વિવિધ કારણોસર બદનામ રહ્યું છે.

આ પણ વાંચો : Porbandar : માછીમારો ઓનલાઇન રજીસ્ટ્રેશનના નિયમથી મુશ્કેલીમાં મુકાયા, હાલ પૂરતી વ્યવસ્થા સ્થગિત

આ પણ વાંચો : Ahmedabad : ખોખરા બ્રિજ ઉપર રેલવેએ 92 મીટરનો ઓપનવેવ ગર્ડર લોન્ચ કર્યો

Published on: Mar 04, 2022 11:19 PM