Gujarati Video : બોટાદની કેરાળા શાળાની બાજુમાં જ મૃત પશુઓના ચામડા ઉતારાઈ રહ્યા છે ! બાળકો બિમાર પડતા શાળા ખાલીખમ , જુઓ VIDEO

| Edited By: | Updated on: Mar 01, 2023 | 8:08 AM

પ્રાથમિક શાળાની બાજુમાં મૃત પશુઓની ખાલ ઉતારવાની કામગીરીના કારણે દુર્ગંધ આવવાથી સ્થાનિકોએ બાળકોને શાળાએ મોકલવાનું બંધ કરી શિક્ષણનો બહિષ્કાર કર્યો છે.

બોટાદના ગઢડા તાલુકાના કેરાળા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકો તો સમયરસ જ આવે છે. પણ વિદ્યાર્થી અભ્યાસ માટે ન આવતા શાળામાં વેકેશન જેવો માહોલ જોવા મળી રહ્યો છે. સ્કૂલ નજીક મૃત પશુઓની ખાલ ઉતારવામાં આવે છે. જેની દુર્ગંધને કારણે છેલ્લા પાંચ દિવસથી સ્કૂલમાં વિદ્યાર્થીનો કલવર બંધ થઈ ગયો છે.

આ પણ વાંચો :Gujarati Video: બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જીરાની મબલખ આવક, ભાવ 6500 રૂપિયા સુધીનો મળતો હોવાથી ખેડૂતો ખુશખુશાલ

પ્રાથમિક શાળાની બાજુમાં મૃત પશુઓની ખાલ ઉતારવાની કામગીરીના કારણે દુર્ગંધ આવવાથી સ્થાનિકોએ બાળકોને શાળાએ મોકલવાનું બંધ કરી શિક્ષણનો બહિષ્કાર કર્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે દુર્ગંધને કારણે બાળકો બીમાર પડી રહ્યાં છે. જેના કારણે અગાઉ એક વિદ્યાર્થિનીનું મોત પણ થયું છે. આ અંગે અનેક રજૂઆત કરી હોવા છતાં કોઇ ઉકેલ નથી આવતો. જો આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં સ્થાનિકોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

તો બીજી તરફ શાળાના આચાર્યએ ઉડાવ જવાબ આપ્યો હતો અને કહ્યું કે વિદ્યાર્થીઓ કેમ શાળામાં નથી આવતા તે તપાસ કરી રહ્યાં છીએ. હાલ મને વાલીઓ સાથે સંપર્ક કરી બાળકોને શાળાએ મોકલવા માટે સમજાવી રહ્યાં છે.