Gujarati Video: સૌરાષ્ટ્રના વીજ ચોરો પર ત્રાટકી PGVCLની 100 ટીમ, રાજકોટ, બોટાદ અને ભુજમાં ત્રણ દિવસમાં ઝડપાઈ 1.11 કરોડની વીજચોરી
Rajkot: સૌરાષ્ટ્રના વીજચોરો પર PGVCLની 100 ટીમો ત્રાટકી છે. રાજકોટ, બોટાદ અને ભુજમાં વીજ કરાયેલા વીજ ચેકિંગમાં 1.11 કરોડની વીજચોરી ઝડપાઈ છે. રાજકોટમાં 47 ટીમોએ વીજ ચેકિંગ હાથ ધર્યુ હતું.
રાજકોટ સહિત ત્રણ જિલ્લાઓમાં PGVCLની 100 ટીમના દરોડા પડ્યા છે. રાજકોટ, બોટાદ અને ભુજમાં વીજ ચેકિંગ હાથ ધરાયું હતું અને ત્રણ દિવસમાં રૂપિયા 1.11 કરોડની વીજચોરી ઝડપાઇ હતી. રાજકોટ શહેરમાં 47 ટીમ વીજ ચેકિંગ માટે ઉતરી હતી અને વાવડી અર્બન, ખોખળદળ અને મવડી સબ ડિવિઝન સહિતના વિસ્તારમાં વીજચોરી ઝડપી હતી. વીજ ચેકિંગમાં સ્થાનિક પોલીસ, SRP જવાન અને 4 વીડિયોગ્રાફરને સાથે રાખવામાં આવ્યા હતા.
બોટાદમાં 26 અને ભુજમાં 27 PGVCLની ટીમે પાડ્યા દરોડા
બોટાદમાં 26 અને ભુજમાં 27 PGVCLની ટીમે દરોડા પાડ્યા હતા અને 126 કનેક્શનમાંથી રૂપિયા 29 લાખની વીજચોરી ઝડપી હતી. મહત્વનું છે કે, PGVCLની લોક અદાલતમાં રૂપિયા 6.18 કરોડ વસૂલાયા હતા. લીટીગેશનના કુલ 1 હજાર 604 કેસમાં રૂ.3.75 કરોડ વસુલાયા તો પ્રિ-લીટીગેશનના કુલ 11 હજાર 574 કેસમાં રૂ.6.18 કરોડની વસુલાત કરવામાં આવી હતી.
બુધવારે 126 કનેક્શનમાંથી 29 લાખની વીજચોરી ઝડપાઇ હતી
PGVCL એ બુધવારે વીજ ચેકિંગ દરમિયાન 44 ટીમ દ્વારા 1085 કનેક્શન ચેક કરી 126 ક્નેક્શનમાંથી 29 લાખથી વધુની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી હતી. જ્યારે મંગળવારે 44 ટીમે 1064 કનેક્શન ચેક કરી 132 ક્નેક્શનમાંથી 30.47 લાખની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી હતી.
સોમવારના રોજ પ્રથમ દિવસે કુલ 51.89 લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી. જેમાં બોટાદ સર્કલ હેઠળ 388 કનેક્શન ચેક કરી 72 ક્નેક્શનમાંથી 23.43 લાખની જ્યારે રાજકોટ શહેર સર્કલ હેઠળ 1083 કનેક્શન ચેક કરી 121 ક્નેક્શનમાંથી 28.46 લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી.