AHMEDABAD : યુરિયા ખાતરમાંથી કેમિકલ બનાવવાનું કૌભાંડ ઝડપાયું, યુરિયાની 276 થેલી જપ્ત

AHMEDABAD : યુરિયા ખાતરમાંથી કેમિકલ બનાવવાનું કૌભાંડ ઝડપાયું, યુરિયાની 276 થેલી જપ્ત

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 25, 2021 | 6:04 PM

Urea Scam in Ahmedabad : રાજસ્વી કેમિકલ ફેક્ટરીમાંથી યુરિયાની 276 ખાતરની થેલી પોલીસે કબજે કરી છે.તેમજ વધુ કેટલા લોકો સંડોવાયા છે તેની તપાસ શરૂ કરી છે.

AHMEDABAD : અમદાવાદમાં યુરિયા ખાતરનું વધુ એક કૌભાંડ ઝડપાયું છે. આ કૌભાંડમાં યુરિયા ખાતરમાંથી કેમિકલ બનાવવામાં આવતું હતું અને અન્ય રાજ્યોમાં વેચાણ થતું હતું. પ્રશ્ન થાય કે યુરિયા ખાતરમાંથી બનેલા કેમિકલનો શું ઉપયોગ થતો હશે.પરંતુ આરોપીઓ આવા જ કેમિકલથી કરતા હતા કાળી કમાણી.

યુરિયા ખાતરનો ખેતીમાં ઉપયોગ થતો હોય છે.જેના માટે સબસિડી પણ મળતી હોય છે ત્યારે આવા સબસિડીમાં મળતા યુરિયા ખાતરનો ઉપયોગ એક કૌભાંડીઓ કરતા હતા. તેમજ યુરિયામાંથી કેમિકલની ખેતી કરી રહ્યા હતા. રાજસ્વી કેમિકલ ફેક્ટરીમાંથી યુરિયાની 276 ખાતરની થેલી પોલીસે કબજે કરી છે.તેમજ વધુ કેટલા લોકો સંડોવાયા છે તેની તપાસ શરૂ કરી છે.

આપને જણાવી દઈએ કે યુરિયામાંથી બનેલા કેમિકલનો ઉપયોગ કેવી રીતે થઈ રહ્યો હતો.આ કેમિકલનો ઉપયોગ કાપડના દોરીને મજબૂત બનાવવા થતો હતો, જેમાં યુરિયા ખાતર, એકીલા માઇડ કલર, અને રિયાઝ સાઇઝર પીએફ કેમિકલ ભેળવીને કેમિકલ બને છે.આરોપીઓ રાધનપુરથી યુરિયા ખાતરનો જથ્થો લાવતા હતા. તેમજ 7 વર્ષથી ગેરકાયદેસર રીતે યુરિયા ખાતર મેળવતા હતા. આ કેમિકલ જુદા જુદા રાજ્યોમાં વેચાણ કરીને આરોપીઓ કમાણી કરતા હતા

આ પણ વાંચો : DANG : આહવામાં સગીરા પર દુષ્કર્મના કેસમાં બે સગીર સહીત કુલ 9 આરોપીઓની ધરપકડ

આ પણ વાંચો : ગુજરાતમાં હવે કોર્ટ થશે ડીજીટલ, કોર્ટને લગતા ખર્ચની ચુકવણી ઓનલાઈન થશે

g clip-path="url(#clip0_868_265)">