Surat : ઘર છોડી જતી રહેલી 8 વર્ષની બાળકીને ડ્રોન ટેકનોલોજીથી શોધાઇ, ભીડવાળા શાક માર્કેટમાંથી મળી , જુઓ Video

| Edited By: | Updated on: Apr 04, 2025 | 1:30 PM

સુરત, ઉધના: ગુજરાતમાં પ્રથમ વખત ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઘર છોડીને જતી રહેલી બાળકીને શોધવામાં સફળતા મળી છે. આ અનોખા પ્રયાસ માટે સુરત પોલીસે વિશેષ પ્રશંસા પામે તેવી કામગીરી કરી છે.આ પ્રયાસને લોકો અને સમાજ દ્વારા ખૂબ વખાણ મળી રહ્યા છે.

સુરત, ઉધના: ગુજરાતમાં પ્રથમ વખત ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઘર છોડીને જતી રહેલી બાળકીને શોધવામાં સફળતા મળી છે. આ અનોખા પ્રયાસ માટે સુરત પોલીસે વિશેષ પ્રશંસા પામે તેવી કામગીરી કરી છે.આ પ્રયાસને લોકો અને સમાજ દ્વારા ખૂબ વખાણ મળી રહ્યા છે. ટેક્નોલોજીનો યોગ્ય ઉપયોગ અને ઝડપી કાર્યવાહી પોલીસના કાર્યક્ષમત્વનો જીવંત ઉદાહરણ બની રહે છે.

ડ્રોન મારફતે ગુમ 8 વર્ષીય બાળકીને શોધી કાઢી

વિડિયો દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે સુરતના ઉધનામાં શાકભાજી માર્કેટ નજીક પોલીસની ટીમે ડ્રોન કેમેરાના માધ્યમથી બાળકીને શોધી કાઢી છે. માતાએ ભણવા બાબતે ઠપકો આપતા ગુસ્સામાં ઘરથી નીકળી ગયેલી આ 8 વર્ષની બાળકી ગુમ થઈ જતા પરિવાર જનોમાં ચિંતા ફેલાઈ હતી. જે પછી પરિવારે આ અંગે પોલીસને જાણ કરી હતી.

ગુજરાતમાં પ્રથમ વખત પ્રયોગ સફળ રહ્યો

બાળકીના ગુમ થવા અંગે તાત્કાલિક જ પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરવામાં આવી અને પોલીસ હરકતમાં આવી. શરુઆતમાં CCTV ફૂટેજ અને ટેક્નિકલ સર્વેલન્સ દ્વારા શોધખોળ કરવામાં આવી, પણ સફળતા નહોતી મળી. ત્યારબાદ પોલીસ દ્વારા ડ્રોનનો સહારો લેવામાં આવ્યો. ડ્રોન કેમેરાથી પ્રાપ્ત થયેલા દ્રશ્યોમાં બાળકીને શાકભાજી માર્કેટ નજીક પડેલી હાલતમાં જોઈ શકાય છે. એ દ્રશ્યો જોઈને પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ અને બાળકીના પરિવાર સાથે ફરીથી મિલન કરાવ્યું.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો