વડોદરાના પાદરામાં CCTV નેટવર્ક ઉભું કરવામાં ભ્રષ્ટાચારના આક્ષેપ લાગતા ખળભળાટ મચ્યો છે. ભ્રષ્ટાચારના આક્ષેપ બીજા કોઇએ નહીં પરંતુ ખુદ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ કર્યા છે. ધારાસભ્યએ આ સંબંધિત એક પત્ર જિલ્લા વિકાસ અધિકારીને લખી કાર્યવાહીની માગ કરી છે. તથા આ બાબતે યોગ્ય તપાસ નહીં થાય તો રાજ્ય સરકારને ફરિયાદ કરવાની પણ ધારાસભ્યએ ચીમકી ઉચ્ચારી છે. ધારાસભ્ય TDO અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ લગાવી રહ્યા છે.
આ પણ વાંચો : ભાજપ મધ્ય ઝોનની મળી બેઠક, PM મોદીના શાસનને 9 વર્ષ પૂર્ણ થતા આગામી કાર્યક્રમને લઈને ઘડાઈ રણનીતિ
ધારાસભ્યએ ગંભીર આરોપ લગાવતા જણાવ્યું કે ઉચ્ચ અધિકારીના સંબંધીને કોન્ટ્રાક્ટ આપી ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. CCTV કેમેરાની ખરીદી ધારાધોરણથી વિરુદ્ધ કરાઇ છે અને નિયમ મુજબ GST કાપવામાં આવ્યો નથી. આ સાથે જિલ્લા પંચાયત હિસાબી શાખાએ ઓડિટ કર્યું નથી અને મેજરમેન્ટ બુકમાં પણ નોંધણી કરેલી નથી. આ સાથે સત્તા નહીં હોવા છતા પાદરા TDOએ 20 લાખથી વધુની ચુકવણી કરી હોવાની માહિતી તેમને આપી છે. તથા જે સ્થળો માટેની ચુકવણી કરાઇ છે તે સ્થળોએ હજુ સુધી CCTV કાર્યરત ન હોવાનું પણ ધારાસભ્યએ જણાવ્યું છે.
(with input : yunus gazi)
વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો