ઉપલેટામાં આયુર્વેદના નામે નશાના કાળા કારોબારનો પર્દાફાશ, પોલીસે 33 લાખની બિયર કરી જપ્ત

ઉપલેટામાં આયુર્વેદના નામે નશાના કાળા કારોબારનો પર્દાફાશ, પોલીસે 33 લાખની બિયર કરી જપ્ત

| Edited By: | Updated on: Dec 26, 2022 | 8:20 AM

ઉપલેટામાં પાંજરાપોળ પાસે પાનની દુકાનમાં આયુર્વેદિક બિયરના નામે નશાકારક પીણા વેચાતા હોવાની બાતમી મળી હતી. બાતમીને આધારે પોલીસે તપાસ કરતા દુકાનથી 14 બોટલો મળી આવી હતી

રાજકોટના ઉપલેટામાં આયુર્વેદના નામે નશાના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. પોલીસે 33 લાખની આયુર્વેદિક બિયર જપ્ત કરી છે. ઉપલેટામાં પાંજરાપોળ પાસે પાનની દુકાનમાં આયુર્વેદિક બિયરના નામે નશાકારક પીણા વેચાતા હોવાની બાતમી મળી હતી. બાતમીને આધારે પોલીસે તપાસ કરતા દુકાનથી 14 બોટલો મળી આવી હતી. જેથી દુકાન માલિકની પૂછપરછના આધારે એક ગોડાઉનમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતાં. જ્યાંથી વધુ 22 હજાર કરતા વધુ બોટલો મળી આવી હતી જેની કિંમત 33 લાખ રૂપિયા જેટલી થાય છે.પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે બિયરની બોટલમાં આલ્કોહોલનું પ્રમાણ 8 ટકા જેટલું મળી આવતું હોય છે. પણ આ આયુર્વેદિક બિયરની બોટલમાં 11 ટકા જેટલું આલ્કોહોલ હતું. હાલ પોલીસે જાણવા જોગ ફરિયાદ નોંધી છે. FSL રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી કરાશે.

આયુર્વેદિકના નામે નશાકારક પીણા વેચાતા હોવાની બાતમી મળી

થોડા મહિના અગાઉ જૂનાગઢ જિલ્લામાં ચોરવાડ તેમજ માળિયા હાટીના દોલતપરામાંથી વિસ્તારમાં એક દુકાનમાં આયુર્વેદિક કોલ્ડ્રીંક્સના નામે વેચાતી નશીલી સિરપનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. પોલીસે આયુર્વેદિક સિરપના નામે વેચાતી હજારો બોટલનો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસે લાયસન્સ વિના આ પ્રકારની સિરપ વેચતા શખ્સો સામે ગુનો દાખલ કરીને વધુ કામગીરી હાથ ધરી હતી.