રાજકોટ વીડિયો : માવઠા બાદ હજુ પણ ખેતીવાડી વિભાગનો સર્વે ચાલુ, રવિ પાકનું વાવેતર અટવાતા ખેડૂતોને હાલાકી
રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકા, લોધિકા, પડધરી, ગોંડલ સહિતના તાલુકાઓમાં માવઠું થયું હતું. જેનો સર્વે હજુ પણ ચાલતો હોવાથી ખેડૂતોને વાવેતર કરવામાં હાલાકી થઈ રહી છે. સર્વે ચાલુ હોવાના કારણે ખેડૂતો રવિ પાકનું વાવેતર અટવાયુ છે.
રાજકોટ જિલ્લામાં માવઠાના 15 દિવસ બાદ પણ હજુ સર્વે ચાલુ છે.ખેતીવાડી વિભાગનો સર્વે ચાલુ હોવાથી રવિ પાકનું વાવેતર અટવાયું છે. હાલમાં સ્થિતિ એ છે કે રવિ પાકનું વાવેતર અટવાતા ખેડૂતો ફરી મુશ્કેલીમાં મુકાયા છે. રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકા, લોધિકા, પડધરી, ગોંડલ સહિતના તાલુકાઓમાં માવઠું થયું હતું.
માવઠાના કારણે સૌથી વધુ પડધરી અને રાજકોટ તાલુકામાં નુકસાન થયાનું ખેતીવાડી અધિકારીએ કબૂલ્યું છે. માવઠાના કારણે કપાસ, ડુંગળી, મરચાં, જીરું અને ચણા સહિતના પાકને નુકસાન થયું છે.હાલ સુધીના સર્વે પ્રમાણે પડધરી અને રાજકોટ તાલુકાને જ સહાયનો લાભ મળશે.
ગોંડલ અને લોધિકામાં 33 ટકાથી ઓછું નુકસાન હોવાથી સહાયપાત્ર નથી. સર્વે મોડા થવા પાછળ સ્ટાફની ઘટને ખેતીવાડી અધિકારીએ કારણ ગણાવ્યું છે.સાથે જ કહ્યું કે સંકલ્પ વિકસિત ભારત યાત્રામાં ગ્રામ સેવકો રોકાયેલા હોવાથી સર્વે કરવામાં મોડું થયું છે.
પરિવારના સભ્યોની સલાહ બનશે વરદાન; વ્યાવસાયિક ક્ષમતા વધારવા ઉત્તમ સમય
મંત્રી મનીષા વકીલનું વિઝન: આંગણવાડીની કાયાપલટ અને કુપોષણ સામે જંગ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા કોંગ્રેસે રાજ્યસ્તરની 7 કમિટી રચી
ઈરાન-ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે ગુજરાતમાં ફેલાઈ અફવા !

