આજનું હવામાન : ગુજરાતમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. આગામી 5 દિવસે ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડે તેવી શક્યતા છે. આજથી 8 મે સુધી રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. આગામી 5 દિવસે ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડે તેવી શક્યતા છે. આજથી 8 મે સુધી રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે. રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ શકે છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને કમોસમી વરસાદ પડે તેવી શક્યતા છે. આગામી 5 અને 6 મે વચ્ચે કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ અને કરા પડે તેવી આગાહી કરવામાં આવી છે. તેમજ 7 અને 8 મે દરમિયાન કેટલાક સ્થળોએ ભારે વરસાદની શકયતા છે.
4 મે 2025 ક્યાં પડશે કમોસમી વરસાદ ?
હવામાન વિભાગની આગાહી અનુસાર 4 મે 2025ના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા,છોટાઉદેપુર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી શકે છે.
5 મે 2025 ક્યાં પડશે કમોસમી વરસાદ ?
ગુજરાતના કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી,મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર,ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દીવ, દમણ,દાદરાનગર હવેલી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મોરબી સહિતના જિલ્લાઓમાં માવઠું થવાની શક્યતા છે.
6 મે 2025 ક્યાં પડશે કમોસમી વરસાદ ?
હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ,પંચમહાલ, વડોદરા, આણંદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા,સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી,જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

વેસ્ટર્ન ટોઇલેટમાં વિસ્ફોટ: ધોરણ 12નો વિદ્યાર્થી દાઝી ગયો

દીકરીનો દુષ્કર્મનો વીડિયો બનાવી શોષણ કરનાર પિતા ઝડપાયો

રેવન્યુ,પોલીસ, ખાણ ખનિજ વિભાગની મીલીભગતથી હપ્તારાજ ચાલે છે-પૂર્વ સાંસદ

લગ્ન પ્રસંગ મુદ્દે બબાલ, દંડા અને લાકડીઓ લઈ બે જુથ સામ સામે, જુઓ Video
