આજનું હવામાન : વાતાવરણમાં પલટાના એંધાણ, અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી, જુઓ Video

| Updated on: Jan 30, 2025 | 7:43 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. ગુજરાતના વાતાવરણમાં પલટો આવે તેવી આગાહી કરવામાં આવી છે. આગામી 2 અને 3 ફેબ્રુઆરીએ ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠું પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે કમોસમી વરસાદ પડી શકે છે. જેમાં અમરેલી, ભાવનગર સહિત સૌરાષ્ટ્રમાં કમોસમીની આગાહી કરવામાં આવી છે. જ્યારે નવસારી, વલસાડ, દમણમાં પણ માવઠાના એંધાણ છે.ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી જોવા મળી શકે છે. તો રાજ્યના અનેક વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવણ જોવા મળે તેવી આગાહી કરવામાં આવી છે.

પરેશ ગોસ્વામીએ કરી આગાહી

આ તરફ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં વાતાવરણમાં પલટો આવશે. ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે, જેમાંથી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગુજરાત પર એક અસ્થિરતા સર્જાવવાની છે. જેના કારણે રાજ્યમાં ત્રણ, ચાર અને પાંચ ફેબ્રુઆરી એમ ત્રણ દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું થાય તેવી શક્યતા છે.