Kutch : કમોસમી વરસાદ ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવી લેશે ! જીરુંના પાકને મોટું નુક્સાન થવાની ભીતિ, જુઓ Video

| Edited By: | Updated on: Jan 02, 2026 | 1:55 PM

હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર થોડા દિવસથી ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે.  કચ્છ જિલ્લાના ભચાઉના રાપર તાલુકામાં કમોસમી વરસાદનું સંકટ આવતા જ જીરુંના પાકને મોટું નુક્સાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે. 

કચ્છ જિલ્લામાં પણ અચાનક વાતાવરણ પલટો આવ્યા બાદ ધોધમાર વરસાદ ખાબક્યો. ભચાઉ અને રાપર તાલુકામાં આકાશી આફતના લીધે ખેતરો જાણે જળમગ્ન થઈ ગયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. ત્યારે માવઠાના મારથી જીરું સહિતના પાકને નુક્સાનની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોએ ભારે મહેનતે કરેલો જીરુનો બાક બરબાદ થવાની ખેડૂતોને ચિંતા સતાવી રહી છે.

તો બીજી તરફ કચ્છ કિસાન કોંગ્રેસ પ્રમુખનું કહેવું છે કે ખેડૂતો પર અવાર-નવાર આકાશી સંકટ તોળાતું રહે છે. ત્યારે સરકાર ખેડૂતોના વ્હારે આવે અને પાક નુક્સાનનું વળતર ચૂકવે તેવી માગ ઉઠી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો