અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ થવાની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ

| Edited By: | Updated on: Jan 21, 2022 | 6:35 AM

આગામી પાંચ દિવસ કચ્છ- સૌરાષ્ટ્રના દરિયાકિનારે ભારે પવન ફૂંકાવવાની સંભાવના છે. જખૌ, માંડવી, મુંદ્રા, કંડલા, નવલખી, જામનગર, ઓખા અને પોરબંદરના દરિયાકિનારે 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે,

ગુજરાતમાં (Gujarat) છેલ્લા ઘણા દિવસથી ઠંડીમાં (Cold) લોકો ઠૂંઠવાયા હતા, હવે રાજ્યમાં તાપમાનમાં વધારો થવાથી ઠંડી ઓછી થઈ છે. હવામાન વિભાગની (Meteorological Department) આગાહી પ્રમાણે આગામી અઠવાડિયાથી મહત્તમ તાપમાનમાં 4 ડીગ્રી સુધીનો વધારો થતાં લોકોને ઠંડીથી રાહત મળશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 21 અને 22 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં હળવા (Rain) વરસાદની શક્યતા છે. જ્યારે 23 જાન્યુઆરીએ વડોદરા, પંચમહાલ, મહિસાગર અને દાહોદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે તો અમદાવાદમાં પણ વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

બે દિવસ પછી ઠંડી વધશે

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 21 જાન્યુઆરીએ મહેસાણા, દ્વારકા, જામનગર, જૂનાગઢ, મોરબી, રાજકોટ અને પોરબંદરમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને રાજ્યના બાકીના વિસ્તારોમાં હવામાન સૂકું રહેવાની શક્યતાઓ છે તેમજ 23 જાન્યુઆરીએ વડોદરા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, છોટાઉદેપુર અને સુરતમાં હળવો વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે બે દિવસ બાદ ઠંડીનો પ્રકોપ વધશે.

માછીમારોને દરીયો ન ખેડવાની સલાહ

આગામી પાંચ દિવસ કચ્છ- સૌરાષ્ટ્રના દરિયાકિનારે ભારે પવન ફૂંકાવવાની સંભાવના છે. જખૌ, માંડવી, મુંદ્રા, કંડલા, નવલખી, જામનગર, ઓખા અને પોરબંદરના દરિયાકિનારે 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેથી હવામાન વિભાગે માછીમારોને દરિયો નહીં ખેડવા માટે ચેતવણી આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ રાજ્ય સરકારના બોર્ડ-નિગમમાં નવી નિયુક્તિઓ થશે , 7 બોર્ડ- નિગમના ચેરમેન-વાઈસ ચેરમેનના લેવાયા રાજીનામા

આ પણ વાંચોઃ Corona: કોરોનાની ત્રીજી લહેરમાં મંડપ, ડેકોરેશન અને કેટરીંગના વ્યવસાયની હાલત કફોડી, બે વર્ષથી મરવા વાંકે જીવવાની પરિસ્થિતી