Gujarati VIDEO : ડાંગમાં સતત ત્રીજા દિવસે કરા સાથે વરસાદ, ખેડૂતોને પારાવાર નુકશાન

| Edited By: | Updated on: Mar 20, 2023 | 6:59 AM

ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડવાના કારણે ખેતરમાં તૈયાર થયેલ પાકને ભારે નુકશાન થયુ છે અને ખેડૂતોની હાલત કફોડી બની છે.

Dang : ડાંગ જિલ્લામાં સતત ત્રીજા દિવસે કરા સાથે વરસાદ ખાબક્યો,આહવા અને સાપુતારા સહિતના વિસ્તારોમાં કરા સાથે કમોસમી વરસાદની શરૂઆત થઈ. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડવાના કારણે ખેતરમાં તૈયાર થયેલ પાકને ભારે નુકશાન થયુ છે અને ખેડૂતોની હાલત કફોડી બની છે.

કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી

તો હજુ પણ આગામી બે દિવસ  માવઠાનુ સંકટ યથાવત રહેશે, રાજ્યમાં આગામી બે દિવસ સુધી સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી પણ કરી છે. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદની શક્યતા છે. તો સૌરાષ્ટ્રના કચ્છ, ભાવનગર અને અમરેલીમાં પણ વરસાદ પડી શકે તેમ છે. આ તરફ ઉતર ગુજરાતના બનાસકાંઠા, સાબર કાંઠા અને અરવલ્લીમાં પણ વરસાદ પડવાની સંભાવના છે.તેમજ દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી, ડાંગ અને સુરતમાં પણ વરસાદી માહોલ રહી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ 21 માર્ચ ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદ થવાની શક્યતા છે.ત્યારે માવઠાને પગલે ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. કારણ કે ઉનાળુ પાક હાલ ખેતરમાં તૈયાર છે પરંતુ માવઠાના કારણે પાક નુકશાન થવાની ભિતી છે. જેને પગલે ખેડૂતોની ચિંતા વધી છે.