આજનું હવામાન : ગુજરાત પર માવઠાનું સંકટ ! જાણો ક્યા જિલ્લામાં ક્યારે પડી શકે છે કમોસમી વરસાદ, જુઓ વીડિયો

|

Feb 29, 2024 | 10:08 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના છે. રાજ્યમાં આગામી 1 માર્ચથી 3 માર્ચ અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના છે. રાજ્યમાં આગામી 1 માર્ચથી 3 માર્ચ અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, બનાસકાંઠા,સુરેન્દ્રનગર અને બોટાદમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અરવલ્લી, દાહોદ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મહીસાગર, મહેસાણા, પાટણ સહિતના જિલ્લાઓમાં 20 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. જુનાગઢ, કચ્છ, મોરબી સહિતના જિલ્લાઓમાં 19 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. અમરેલી, આણંદ, બનાસકાંઠા, છોટાઉદેપુર,ડાંગ, ગાંધીનગર, ગીર સોમનાથ, ખેડા, નર્મદા, પંચમહાલ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 21 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ, છોટાઉદેપુર, ગાંધીનગર,જામનગર,મહીસાગર, નર્મદા, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં 36 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. આણંદ, ડાંગ, ખેડા, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video