Gujarati VIDEO : રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી, 17 જિલ્લામાં ગાજવીજ સાથે માવઠાના એંધાણ

આજે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડી શકે છે. તો ખાસ કરીને દાહોદ અને કચ્છમાં પવન સાથે માવઠુ પડવાની શક્યતા છે.

| Edited By: | Updated on: Mar 15, 2023 | 9:39 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડી શકે છે.તો ખાસ કરીને દાહોદ અને કચ્છમાં પવન સાથે માવઠુ પડવાની શક્યતા છે. આપને જણાવી દઈએ કે, રાજ્યના 17 જિલ્લામાં આજે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઉત્તર પૂર્વીય પવનને કારણે વાતાવરણમાં પલટો

તો કેટલાક શહેરોમાં ઉત્તર પૂર્વીય પવનને કારણે વાતાવરણમાં પલટો આવશે.અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દાહોદ, તાપી, નર્મદા, સુરત, ભરૂચ , છોટાઉદેપુર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, સુરેન્દ્ર નગર, દ્વારકા, પોરબંદર અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે.જ્યારે કે 30 થી 40 કિમી ની ઝડપે પવન ફૂંકાશે.તેવી પણ આગાહી કરવામાં આવી છે.તો 16 અને 17 માર્ચ પણ વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

રાજયભરના વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ડાંગ જિલ્લામાં આવેલા ગીરિ મથક સાપુતારામાં ફાગણ મહિનામાં કમોસમી વરસાદ થયો હતો. તેમજ સમગ્ર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ડાંગ જિલ્લામાં મોટા ભાગે ખેડૂતો બાગાયતી પાકની ખેતી કરે છે. મોટા ભાગે ડાંગમાં ખેડૂતો સ્ટ્રોબેરી, ડુંગળી અને વિવિધ શાકભાજીની ખેતી કરે છે ત્યારે કમોસમી માવઠું થતા ખેડૂતો ચિંતામાં સરી પડ્યા છે.

Published On - 9:31 am, Wed, 15 March 23