ઊંઝા ઉમિયા માતાજી મંદિર નો “અ” કક્ષાના તીર્થ સ્થાનમાં સમાવેશ

| Edited By: | Updated on: Feb 03, 2024 | 3:16 PM

તીર્થસ્થાન ઊંઝા ઉમિયા માતાજી મંદિરને "અ" કક્ષામાં સમાવેશ કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા તીર્થ સ્થાનને લઈ લેવામાં આવેલા નિર્ણયને લઈ શ્રદ્ધાળુઓમાં આભારનો ભાવ સર્જાયો છે. રાજ્ય સરકારે નિર્ણય લેવાને પગલે ઉમિયા માતાજી મંદિરના હોદ્દેદારો અને સંસ્થાના મંત્રી દિલીપ નેતાજી સહિતનાઓએ આભાર વ્યક્ત કર્યો હતો.

ઊંઝા ઉમિયા માતાજી મંદિરનો “અ” કક્ષાના તીર્થ સ્થાનમાં સમાવેશ રાજ્ય સરકારે કર્યો છે. જેને લઈ ઉમિયા માતાજી મંદિરના હોદ્દેદારોએ રાજ્યના મુખ્ય પ્રધાનનો આભાર માન્યો હતો. આ માટે મંદિરના હોદ્દેદારોએ રુબરુ મુલાકાત લીધી હતી અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. ઉમિયા માતાનું મંદિર 1868 વર્ષ પૂર્વેનું છે. અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ રહેતી હોય છે.

આ પણ વાંચો: સાબરકાંઠાઃ ભાજપના ભીંત ચિત્રો પર કૂચડો ફેરવવાની ઘટના સામે આવી, જુઓ

અગાઉ “બ” કક્ષા તીર્થ સ્થાનોમાં સમાવેશ થતો હતો, જેમાંથી હવે રાજ્ય સરકાર દ્વારા “અ” કક્ષામાં સમાવેશ કરવાનો નિર્ણય કરાયો હતો. ઊંઝામાં મંદિર દ્વારા સમાજ ઉત્કર્ષ સહિતની વિવિધ ધાર્મિક અને સામાજીક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. તબીબી અને શિક્ષણ સહાય જેવી પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

 

Published on: Feb 03, 2024 03:16 PM