દાહોદમાં પોલીસે કરી દિવાળીની અનોખી ઉજવણી, અનાથ બાળકોને મીઠાઈ-ફટાકડાનું કર્યું વિતરણ
લીમડી પોલીસે જરૂરિયાતમંદ પરિવારના બાળકો સાથે દિવાળીની ઉજવણી કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું હતું. પોલીસની આ કામગીરીની લોકોએ સરાહના કરી હતી. પોલીસે ગરીબ પરિવારોમાં મીઠાઈ વિતરણ કરી દિવાળીમાં તેમની ખુશીઓ બમણી કરવાનો પ્રયાસ કરાયો હતો.
દાહોદમાં લીમડી પોલીસે દિવાળીની અનોખી ઉજવણી કરી હતી. ગરીબ અને માતા-પિતા વગરના બાળકોને મીઠાઈ અને ફટાકડાનું વિતરણ કર્યું હતું. આ ઉપરાંત કરિયાણા સહિત ઠંડીમાં રક્ષણ માટે ગરીબ લોકોને ધાબળા આપી પોલીસે દિવાળીની અનોખી ઉજવણી કરી હતી.
આ પણ વાંચો દાહોદમાં નકલી કચેરીના કૌભાંડનો કેસ, આરોપી સંદીપ રાજપૂતની દાહોદ પોલીસ દ્વારા પૂછપરછ