બાલિકા દિવસની ગુજરાત વિધાનસભામાં થશે અનોખી ઉજવણી, 182 વિદ્યાર્થીનીઓ ચલાવશે વિધાનસભા

બાલિકા દિવસની ગુજરાત વિધાનસભામાં થશે અનોખી ઉજવણી, 182 વિદ્યાર્થીનીઓ ચલાવશે વિધાનસભા

| Edited By: | Updated on: Jan 20, 2024 | 5:57 PM

આગામી 24 જાન્યુઆરીએ બાલિકા દિવસને લઈને મોક વિધાનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 182 વિદ્યાર્થીનીઓ વિધાનસભા ચલાવશે. તેજસ્વીની બાલિકા વિધાનસભા તરીકે વિધાનસભા ચાલશે. જેમાં CM, મંત્રી, વિપક્ષથી લઈને સ્પીકર પણ વિધાર્થીનીઓની હશે.

બાલિકા દિવસની ગુજરાત વિધાનસભામાં અનોખી ઉજવણી કરવામાં આવશે. આગામી 24 જાન્યુઆરીએ બાલિકા દિવસને લઈને મોક વિધાનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 182 વિદ્યાર્થીનીઓ વિધાનસભા ચલાવશે. તેજસ્વીની બાલિકા વિધાનસભા તરીકે વિધાનસભા ચાલશે. જેમાં CM, મંત્રી, વિપક્ષથી લઈને સ્પીકર પણ વિધાર્થીનીઓની હશે.

પ્રેક્ષક ગેલેરીમાં ગુજરાતની અગ્રણી મહિલાઓ હાજર રહેશે. મહિલા નેતૃત્વ વધારવાના ઉદ્દેશથી કાર્યક્રમ યોજાશે. 23 જાન્યુઆરીએ વિધાનસભામાં પ્રેક્ટિસ કરાવવામાં આવશે. 24 જાન્યુઆરીએ પ્રથમ સત્ર યોજાશે સીએમ અને વિધાનસભા અધ્યક્ષ ઉદ્ઘાટન સત્રમાં હાજર રહેશે.

આ પણ વાંચો આદિવાસી વોટબેંક કબ્જે કરવા આજથી ભાજપની વનસેતુ ચેતના યાત્રા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આપશે લીલી ઝંડી, જુઓ વીડિયો

 

Published on: Jan 18, 2024 04:45 PM