કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાની સાગર પરિક્રમા દીવ પહોંચી,માછીમારોએ સમસ્યાની કરી રજૂઆત

|

Sep 25, 2022 | 7:45 AM

રૂપાલાએ દીવના ઘોઘલા લાખીઆઈ ફિશરમેન (Fisherman)  શેડમાં માછીમાર સમાજના આગેવાનો સાથે બેઠક યોજી હતી. જેમાં માછીમારોએ પાકિસ્તાનની જેલમાં બંધ માછીમારો સહિતના પ્રશ્ને કેન્દ્રીય મંત્રીને (Union minister) રજૂઆત કરી હતી.

કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા (Parshotam rupala)  દરિયાઈ માર્ગે સાગર પરિક્રમાના કાર્યક્રમ અંતર્ગત દીવ (Diu)  પહોંચ્યા હતા. પરસોતમ રૂપાલા માછીમારોની સમસ્યા સાંભળવા કોસ્ટગાર્ડના યુદ્ધપોત મારફતે કચ્છ માંડવીથી ઉંમરગામ સુધીની સાગર પરિક્રમા કરી રહ્યા છે. આ અંતર્ગત રૂપાલાએ દીવના ઘોઘલા લાખીઆઈ ફિશરમેન (Fisherman)  શેડમાં માછીમાર સમાજના આગેવાનો સાથે બેઠક યોજી હતી. અહીં સ્થાનિક માછીમારોએ મચ્છીના ઓછા ભાવ, ડીઝલનો ભાવ વધારો, પાકિસ્તાનની જેલમાં બંધ માછીમારો સહિતના પ્રશ્ને કેન્દ્રીય મંત્રીને (Central minister) રજૂઆત કરી હતી.

આ કારણે કેન્દ્રીય મંત્રીએ યોજી પરિક્રમા

આ દરમિાન રૂપાલાએ જણાવ્યુ કે આ સાગર પરિક્રમા (Sagar parikrama) યાત્રાનો મુખ્ય આશય સમુદ્ર કિનારે, કાંઠા વિસ્તારમાં વસતા લોકોને માછીમારોને રૂબરૂ મળી તેમની સાથે તેમની સમસ્યાઓ, વાતો જાણવાનો છે. તેમણે વધુમાં જણાવ્યુ કે આપણી સમુદ્રીય સૃષ્ટિને જાણવા અને સમજવાનો પ્રયાસ કરવાનો છે. સાગરખેડૂને લગતી આપણી પોલિસી કેવી હોવી જોઈએ તેને માટેના ઈનપુટ્સ લેવા માટેનો પણ આ સાગર પરિક્રમા યાત્રા દ્વારા પ્રયાસ કરાતો હોવાનું રૂપાલાએ જણાવ્યુ હતુ.

Next Video