Gandhinagar Video: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજથી 2 દિવસના ગુજરાત પ્રવાસે, વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકમાં રહેશે હાજર

| Edited By: | Updated on: Aug 27, 2023 | 9:44 AM

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીઓને લઇને તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. આ વચ્ચે મહાનુભાવોની ગુજરાત મુલાકાતો પણ વધી રહી છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Union Home Minister Amit Shah) આજથી 2 દિવસના ગુજરાત પ્રવાસે છે.

Amit Shah : ગુજરાતમાં લોકસભાની ચૂંટણીઓને લઈને તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. આ વચ્ચે મહાનુભાવોની ગુજરાત મુલાકાતો પણ વધી રહી છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Union Home Minister Amit Shah) આજથી 2 દિવસના ગુજરાત પ્રવાસે છે. ગાંધીનગરમાં અમિત શાહના અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવશે. વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની (Western Zonal Council meeting) બેઠકમાં અમિત શાહ હાજરી આપશે. તેમજ આ બેઠકમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવાના મુખ્યપ્રધાનો હાજરી આપશે.

આ પણ વાંચો : Ahmedabad: અદાણી પાવર મુદ્દે કોંગ્રેસ આરપાર, ગુજરાત સરકારને ઘેરતા શક્તિસિંહે કહ્યુ આ ગવર્નમેન્ટ ઓફ ગુજરાત છે કે ગવર્નમેન્ટ ઓફ ગૌતમ !

ગાંધીનગરમાં હોટેલ લીલા ખાતે મળશે બેઠક

આવતીકાલે એટલે 28 ઓગસ્ટના રોજ ગાંધીનગરની હોટલ લીલા ખાતે વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકમાં મળવાની છે. જેમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ હાજર રહેશે. વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠક દર બે વર્ષે મળતી હોય છે. જો કે કોરોનાના સમયગાળા દરમિયાન આ બેઠકનો ક્રમ જળવાઇ શક્યો ન હતો. જે પછી આ બેઠક ફરી મળવાનું શરુ થયુ છે. ત્યારે ફરીએક વાર આ બેઠક ગાંધીનગરમાં મળવા જઇ રહી છે. ત્યારે આ બેઠક 28 ઓગસ્ટે સવારે 10 વાગ્યે શરુ થવાની છે. આ બેઠક બપોરે 2 કલાક સુધી ચાલશે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Aug 27, 2023 09:44 AM