કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આવતીકાલે આવશે ગુજરાત, સંસદીય મત ક્ષેત્રના સહકારી કાર્યક્રમોમાં આપશે હાજરી

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Amit Shah) ફરીથી ગુજરાત પ્રવાસે આવવાના છે. અમિત શાહ આવતીકાલે સાંજે અમદાવાદ એરપોર્ટ (Ahmdabad Airport) પહોંચશે. અમિત શાહ 10 અને 11 એપ્રિલે બે દિવસ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 08, 2022 | 1:12 PM

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022) જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ હવે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) 2022ની ચૂંટણીમાં ઐતિહાસિક રિઝલ્ટ મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. જેથી ભાજપના કેન્દ્રીય નેતાઓનો ગુજરાત પ્રવાસ પણ વધી રહ્યો છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Amit Shah) ફરીથી ગુજરાત પ્રવાસે આવવાના છે. અમિત શાહ આવતીકાલે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. અમિત શાહ 10 અને 11 એપ્રિલે બે દિવસ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.

બે દિવસના પ્રવાસની વાત કરીએ તો અમિત શાહ આગામી 9 એપ્રિલે મોડી રાત્રે અમદાવાદ પહોંચશે. 10 અને 11 એપ્રિલે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. પ્રવાસના પ્રથમ દિવસે એટલે કે 10 એપ્રિલે ગાંધીનગરમાં નવનિર્મિત ગુજકોમાસોલ ભવનનું લોકાર્પણ કરશે. ત્યારબાદ તેઓ ગુજકોમાસોલના અધિકારીઓ સાથે બેઠક કરી ચર્ચા કરશે.

15 દિવસમાં બીજી વાર ગુજરાત પ્રવાસ

ફરી એકવાર કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાત આવશે. પંદર દિવસમાં બીજીવાર અમિત શાહનો ગુજરાત પ્રવાસ થવાનો છે. 10 અને 11 એપ્રિલે અમિત શાહ ગુજરાતના પ્રવાસે રહેશે. ગાંધીનગરમાં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના કાર્યક્રમમાં હાજર રહેશે. નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના પણ એક કાર્યક્રમમાં હાજર રહેશે તો બાવળામાં કેન્દ્ર સરકારની યોજના અંગેના કાર્યક્રમમાં પણ હાજરી આપશે. આદર્શ ગામ અંતર્ગત ગામોના વિકાસ અંગે સંબોધન કરશે. આ કાર્યક્રમમાં સહકારી આગેવાનો અને સરપંચો હાજર રહેશે.

આ પણ વાંચો-Junagadh: ગૌચરની જમીન પર ભૂમાફિયાનો કબજો, ગૌચરની જમીન ખુલ્લી કરાવવા લોકમાગ ઉઠી

આ પણ વાંચો-Kutch જિલ્લા પાણી સમિતિની બેઠક મળી, વિધાનસભા અધ્યક્ષે લોકોને પૂરતુ પાણી મળે તેની વ્યવસ્થા જાળવવા સૂચન કર્યુ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">