Gujarat Election : ફરી ગૃહપ્રધાન અમિતશાહ ગુજરાત આવશે,રાષ્ટ્રીય ભાષા દિવસ સહિત આ કાર્યક્રમોમાં આપશે હાજરી

Gujarat Election : ફરી ગૃહપ્રધાન અમિતશાહ ગુજરાત આવશે,રાષ્ટ્રીય ભાષા દિવસ સહિત આ કાર્યક્રમોમાં આપશે હાજરી

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 23, 2022 | 10:03 AM

સુરતમાં અમિત શાહ રાષ્ટ્રીય ભાષા દિવસની ઉજવણીના કાર્યક્રમમાં હાજરી આપી શકે છે.14 સપ્ટેમ્બરના રોજ શહેરના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે કાર્યક્રમ યોજાશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly Election) હવે ગણતરીના મહિનાઓ બાકી છે,ત્યારે દરેક પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી છે.આ વખતે AAP પણ મેદાનમાં ઉતરી છે.તો બીજી બાજુ ભાજપ (BJP) પણ 1825 લક્ષ્યાંક હાંસલ કરવા પ્રયાસો કરી રહી છે.આગામી 27 અને 28 ઓગસ્ટે વડાપ્રધાન મોદી (PM Modi) ગુજરાત આવવના છે.તેની સાથે હવે સમાચાર મળી રહ્યા છે કે ગૃહ પ્રધાન અમિત શાહ (Amit Shah)  પણ 14 અને 15 સપ્ટેમ્બર ગુજરાત આવવાના છે.સુરતમાં રાષ્ટ્રીય ભાષા દિવસની ઉજવણીના કાર્યક્રમમાં તેઓ હાજરી આપી શકે છે.

PM નરેન્દ્ર મોદીની કચ્છ મુલાકાતને લઈ તૈયારીઓનો ધમધમાટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ફરી ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. જે અંતર્ગત તેઓ 28 તારીખે કચ્છના (Kutch) ભુજમાં નિર્માણ પામી રહેલા સ્મૃતિવનના પ્રથમ તબક્કાના કાર્યોનું લોકાર્પણ કરશે. પીએમ મોદી ભુજમાં એરપોર્ટથી રોડ-શો યોજશે. જે બાદ ભુજીયા ડુંગરમાં બની રહેલા સ્મૃતિવનની મુલાકાત લેશે.આ દરમિયાન તેઓ મ્યુઝિયમ ઉપરાંત ભૂકંપ પીડિતોની યાદમાં તૈયાર થયેલા 350 કરોડના સ્મૃતિવન પ્રોજેક્ટની માહિતી પણ મેળવશે. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છ યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં વિશાળ જનસભાને સંબોધિત કરશે. PM ની જનસભાને લઇને યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજયના મંત્રી જગદીશ પંચાલે સ્થળની મુલાકાત લઇ કામગીરીની સમીક્ષા કરી હતી.

 

g clip-path="url(#clip0_868_265)">