Surat : કોરોના વધતાં સંક્રમણના પગલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો કાર્યક્રમ મોકૂફ

| Edited By: | Updated on: Jan 08, 2022 | 10:11 PM

સુરતમા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 16 જાન્યુઆરીએ બાજીપુરા ખાતે યોજાનારા કાર્યક્રમમાં હાજર રહેવાના હતા. સહકારી ક્ષેત્રને પ્રોત્સાહન માટે સુમુલના સભાસદો સાથે સંમેલન યોજવાનો હતો. કોરોનાના સંકટને ધ્યાને રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાતમાં(Gujarat)કોરોનાના (Corona) સતત વધતા સંક્રમણ વચ્ચે સુરતમાં (Surat) આયોજીત કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો
(Amit Shah) કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે. જેમાં 16 જાન્યુઆરીએ બાજીપુરા ખાતે યોજાનારા કાર્યક્રમમાં હાજર રહેવાના હતા.  તેવો સહકારી ક્ષેત્રને પ્રોત્સાહન માટે સુમુલના સભાસદો સાથે સંમેલન યોજવાનો હતો. કોરોનાના સંકટને ધ્યાને રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય  છે કે, ગુજરાતમાં(Gujarat) કોરોના(Corona) કેસો વધી રહ્યા છે. જેમાં અમદાવાદ શહેર બાદ સુરત(Surat) શહેર શહેરમાં કોરોનાના વધુ કેસો નોંધાઈ રહ્યા છે. તેમજ સુરતમાં કોરોના કેસોની સંખ્યા રોજબરોજ નવા રેકોર્ડ સર્જી રહી છે. આજે પણ સુરતમાં કોરોના કેસોની સંખ્યા 1578 પર પહોંચી છે. જેમાં સૌથી વધારે કેસ અઠવા ઝોનમાં 446 નોંધાયા છે. તે બાદ રાંદેર ઝોનમાં 327 કેસ સામે આવ્યા છે.

એટલું જ નહીં વરાછા અને કતારગામ ઝોનમાં પણ હવે કોરોના કેસોની સંખ્યા સતત વધી રહી છે. શનિવારે કતારગામ ઝોનમાં 213 કેસ, વરાછા બી ઝોનમાં 154 કેસ, વરાછા એ ઝોનમાં 121 કેસ નોંધાયા છે. જ્યારે ઉધના વિસ્તારમાં પણ 160 જેટલા કોરોના ના કેસો સામે આવ્યા છે

શનિવારે નોંધાયેલા 1578 કેસોની સામે 323 વ્યક્તિઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જો કે એક સમયે જે રિકવરી રેટ સો ટકાની આસપાસ પહોંચી ગયો હતો, તેમાં હવે સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે કોરોનાનો રિકવરી રેટ 94.3 ટકા નોંધાયો છે.

હાલ કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 5411 નોંધાય છે, જેમાં હોસ્પિટલમાં દાખલ દર્દીની સંખ્યા 97 પર પહોંચી છે .અત્યાર સુધી સુરતમાં ઓમીક્રોનના ફુલ 20 કેસ સામે આવ્યા છે. જેમાં રાંદેર ઝોનમાં છ ઓમીક્રોન ના કેસ અને અઠવા ઝોનમાં આઠ ઓમીક્રોન ના કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગ દ્વારા પણ ટેસ્ટિંગ – ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ પર સૌથી વધુ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : ગુજરાતમાં ઓમીક્રોનના 32 કેસ ઉમેરાયા, કુલ કેસનો આંક 236 એ પહોંચ્યો

આ પણ વાંચો : ભાવનગરમાં ધારાસભ્ય વિભાવરી દવેએ કોરોના નિયમોનું ઉલ્લંઘન કર્યું, બુથ યાત્રામાં મોટી સંખ્યામાં કાર્યકરોનો જમાવડો

Published on: Jan 08, 2022 10:10 PM