ગુજરાતમાં ઓમીક્રોનના 32 કેસ ઉમેરાયા, કુલ કેસનો આંક 236 એ પહોંચ્યો
ગુજરાતમાં ઓમીક્રોનના કેસની સંખ્યા 08 જાન્યુઆરીએ 232 પહોંચી છે. જેમાંથી 152 લોકોને સારવાર બાદ રજા પણ આપી દેવામાં આવી છે.
ગુજરાતમાં(Gujarat)કોરોનાના(Corona)કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં રાજ્યના 25 ડિસેમ્બર બાદ કોરોનાના કેસ સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. તેમજ રાજ્યના કોરોનાના નવા વેરીએન્ટ ઓમીક્રોનના(Omicron)કેસમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. જેમાં રાજ્યના જામનગરના નોંધાયેલા પ્રથમ કેસ બાદ રાજ્યમાં ઓમીક્રોનના કેસની સંખ્યા 08 જાન્યુઆરીએ 232 પહોંચી છે. જેમાંથી 152 લોકોને સારવાર બાદ રજા પણ આપી દેવામાં આવી છે.
ગુજરાતમાં 08 જાન્યુઆરીએ કોરોનાના નવા વેરીએન્ટ ઓમીક્રોનના પણ નવા 32 કેસ નોંધાયા છે. જેના પગલે રાજ્યમાં ઓમીક્રોનના કુલ કેસની સંખ્યા 236 પહોંચી છે. જેમાંથી 152 લોકોને સાજા થતાં રજા આપવામાં આવી છે. જેમાં ઓમીક્રોનના સૌથી વધુ કેસ અમદાવાદમાં 105 નોંધાયા છે.
વડોદરામાં 35, આણંદમાં 23, સુરતમાં 20, ખેડામાં 12 , મહેસાણામાં 07, રાજકોટમાં 07, ગાંધીનગરમાં 05, કચ્છમાં 05, જામનગરમાં 04, ભરૂચમાં 04, બનાસકાંઠામાં 02, અમરેલીમાં 02, વડોદરા જિલ્લામાં 01, પોરબંદરમાં 01, જુનાગઢમાં 01, જામનગરમાં 01, અને અમદાવાદ જિલ્લામાં 01 કેસ નોંધાયો છે.
ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે 08 જાન્યુઆરીના રોજ કોરોનાના 5677 કેસ નોંધાયા છે. રાજ્યમાં ઓમીક્રોનના 32 નવા કેસ નોંધાયા છે.ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 22901 થઈ છે. જેમાંથી 25 લોકો વેન્ટિલેટર પર છે તેમજ 22876 લોકો સ્ટેબલ છે .
ગુજરાતમાં કોરોનાના ફેલાવાની વાત કરીએ તો અમદાવાદમાં 2521, સુરતમાં 1578, વડોદરામાં 271, રાજકોટમાં 166, વલસાડમાં 116, રાજકોટમાં 91, આણંદમાં 87, સુરત જિલ્લામાં 83, ખેડામાં 64, કચ્છમાં 63, ભાવનગરમાં 62, જામનગરમાં 53, ગાંધીનગરમાં 51, અમદાવાદ જિલ્લામાં 46, ભરૂચમાં 41, મહેસાણા 41, વડોદરા જિલ્લામાં 38, જુનાગઢમાં 36, ગાંધીનગર જિલ્લામાં 30, મોરબીમાં 26, નવસારી 26, દાહોદ 21, જામનગર જિલ્લો 20, અમરેલી 19, બનાસકાંઠા 14 કેસ નોંધાયા છે .
આ પણ વાંચો : Surat : સુરતને લાગી કોરોનાની નજર, એક જ દિવસમાં કોરોનાના 1578 કેસ નોંધાયા
આ પણ વાંચો : Ahmedabad : ગેસ સિલિન્ડર રીફિલિંગનું કૌભાંડ ઝડપાયું, પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી