એસ.પી. રિંગ રોડ પરના બ્રિજનો ભાગ તૂટવાના મુદ્દે કોંગ્રેસની આકરી પ્રતિક્રિયા, કહ્યું કાયદા મુજબ ફરિયાદ થવી જોઇએ

|

Dec 27, 2021 | 10:47 PM

કોંગ્રેસ(Congress)  નેતા અર્જુન મોઢવાડિયાએ(Arjun Modhwadia)  તંત્ર પર આક્ષેપ કર્યા છે. તેમજ કહ્યું કે આ અંગે કાયદેસરની પોલીસ ફરિયાદ કરીને તપાસ હાથ ધરવી જોઇએ .

અમદાવાદમાં(Ahmedabad)  સરદાર પટેલ રિંગ રોડ (SP Ring road) પર નવા બની રહેલા બ્રિજનો વચ્ચેનો ભાગ તૂટી પડ્યો હતો . જેને પગલે કોંગ્રેસ (Congress)  નેતા અર્જુન મોઢવાડિયાએ (Arjun Modhwadia)  તંત્ર પર આક્ષેપ કર્યા છે. તેમજ કહ્યું કે આ અંગે કાયદેસરની પોલીસ ફરિયાદ કરીને તપાસ હાથ ધરવી જોઇએ . તેમજ આ નબળા કામ માટે જવાબદાર એવા લોકો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવી જોઇએ. તેમજ આવા કેસમાં સંડોવાયેલા લોકોને સખત સજા કરી શકાય તેવો કાયદો વિધાનસભામાં લાવવો જોઇએ.

તો આ બ્રિજને લઈને ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યા છે. મળેલી માહિતી અનુસાર મહત્વનું છે કે ઔડા દ્વારા રણજિત બિલ્ડકોનને (Ranjit Buildcon) બ્રિજનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જ્યારે DELF કન્સલ્ટીંગ એન્જિનિયર્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમીટેડ કંપની બ્રિજની ડિઝાઈન તૈયાર કરી હતી.

જ્યારે કોન્ટ્રાક્ટ અપાયો ત્યારે 30 મહિનામાં જ બ્રિજનું કામ પૂર્ણ કરી આપવાની જવાબદારી નિર્ધારિત કરાઈ હતી. જે મુજબ આ કામ 4 સપ્ટેમ્બર 2021 સુધીમાં પૂર્ણ થઈ જવું જોઈતું હતું. પરંતુ કામ હજુ ચાલું હતું અને ફેબ્રુઆરીમાં તેનું લોકાર્પણ થવાનું હતું. ટેન્ડર મુજબ બ્રિજ બનાવવાનો ખર્ચ 78.48 કરોડ નિર્ધારિત કરાયો હતો. જ્યારે બ્રિજ બનાવવાની અંદાજિત કિંમત રૂપિયા 66.79 કરોડથી વધુ નિર્ધારિત કરાઈ હતી.

આ પણ વાંચો :  ગુજરાતની 23 નગરપાલિકા વિસ્તારમાં 1863 બિલ્ડિંગ પાસે બીયુ પરમિશન નથી, સરકારનો હાઇકોર્ટમાં ખુલાસો

આ પણ વાંચો : સુરતમાં 26 ડિસેમ્બરે સાયક્લોથોન સ્પર્ધા, સીએમ ભૂપેન્દ્ર પટેલ પ્રસ્થાન કરાવશે

Published On - 11:35 pm, Wed, 22 December 21

Next Video