ગુજરાતની 23 નગરપાલિકા વિસ્તારમાં 1863 બિલ્ડિંગ પાસે બીયુ પરમિશન નથી, સરકારનો હાઇકોર્ટમાં ખુલાસો

સરકારે જવાબમાં કહ્યુ કે. નગરપાલિકા વિસ્તારોમાં 104 હોસ્પિટલ અને 301 સ્કૂલ પાસે ફાયર સેફટી એન.ઓ.સી. નથી. આ ઉપરાંત નગરપાલિકા વિસ્તારોમાં 52 હોસ્પિટલને સીલ કરાઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 22, 2021 | 10:15 PM

ગુજરાતમાં (Gujarat) ફાયર સેફ્ટી(Fire Safety)એક્ટની અમલવારીને લઇ રાજ્ય સરકારે હાઇકોર્ટમાં (Highcourt) સોગંદનામું રજુ કર્યુ છે.જેમાં ખુલાસો થયો છે કે, રાજ્યની 23 નગરપાલિકા (Nagarpalika) વિસ્તારોમાં  1863 બહુમાળી ઈમારતો પાસે BU પરમીશન જ નથી. આ ઉપરાંત સરકારે સ્વીકાર્યું કે, નગરપાલિકા વિસ્તારમાં 28 હાઈરાઈઝ બિલ્ડિંગ સીલ કરાઈ છે.

આ ઉપરાંત 60 હાઇરાઇઝ બિલ્ડિંગોમાં પાણીનું જોડાણ કાપવામાં આવ્યું છે. તો 78 હાઇરાઇઝ બિલ્ડિંગના ગટરના જોડાણ આપવામાં આવ્યા હોવાનો પણ ખુલાસો થયો છે. તો સરકારે જવાબમાં કહ્યુ કે. નગરપાલિકા વિસ્તારોમાં 104 હોસ્પિટલ અને 301 સ્કૂલ પાસે ફાયર સેફટી એન.ઓ.સી. નથી. આ ઉપરાંત નગરપાલિકા વિસ્તારોમાં 52 હોસ્પિટલને સીલ કરાઈ છે.

34 હોસ્પિટલોના પાણીનું જોડાણ  કપાયું, સાત હોસ્પિટલના ગટરનું જોડાણ કાપવામાં આવ્યું, નગરપાલિકા વિસ્તારોની 127 સ્કૂલને સીલ કરાયા 83 શાળાઓનું પાણીનું જોડાણ કપાયું અને છ શાળાઓના ગટરના જોડાણ કાપવામાં આવ્યા છે.

આ ઉપરાંત રાજ્યમાં ફાયર સેફ્ટી એક્ટની અમલવારીને લઈને અમદાવાદના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટે હાઇકોર્ટમાં સોગંદનામુ કર્યું હતું. જેમાં અમદાવાદના 1351 રહેણાંક ઇમારતો પાસે fire safety noc નથી. જ્યારે 444 રેસીડેન્શિયલ કમ કોમર્શિયલ ઇમારતો પાસે ફાયર સેફટી એન.ઓ.સી નથી. આ 45 કોમર્શિયલ ઇમારતો પાસે ફાયરસેફ્ટી એનઓસી નથી.

જયારે ફાયર સેફટી મુદ્દે અમદાવાદની 251 સ્કૂલોને ક્લોઝર નોટિસ આપવામાં આવી છે. તેમજ અમદાવાદની તમામ હોસ્પિટલોને fire safety noc અપાઇ ચૂકયા હોવાની ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરની રજૂઆત કરી છે. જેમાં અમદાવાદમાં એક મોલ સિવાયના તમામ મોલ જોડે ફાયર સેફ્ટી એન.ઓ.સી છે. તેમજ અમદાવાદમાં બીયુ પરમીશન સિવાયના આશરે 203 બિલ્ડીંગ અને 3173 યુનિટ્સ સીલ કરાયા છે.

આ પણ વાંચો : ગુજરાતમાં ઉજવવામાં આવશે નદી મહોત્સવ, સાબરમતી, તાપી અને નર્મદા નદીના તટ પર કાર્યક્રમોનું આયોજન

આ પણ વાંચો : ગુજરાતમાં અમદાવાદ બન્યું કોરોનાનું હોટ સ્પોટ, 11 દિવસમાં નોંધાયા 182 કેસ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">