UN મહેતાના નિષ્ણાત તબીબોએ હાથ ધર્યું રિસર્ચ, કહ્યું કોરોનાને કારણે હાર્ટ એટેક આવતો હોવાના તારણ અયોગ્ય

|

Nov 04, 2023 | 8:39 PM

યુ.એન. મહેતાના નિષ્ણાત તબીબોની કમિટીએ હાથ રિસર્ચ ધર્યું છે. હોસ્પિટલના ગત વર્ષના આંકડાઓ સાથે સરવે કરાયો. કોરોના અને હાર્ટ એટેકને સંબંધ ન હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કોરોનાને કારણે હાર્ટ એટેક આવતો હોવાના તારણને અયોગ્ય ગણાવ્યું છે. નવરાત્રિમાં પણ રૂટિનથી વધુ કેસો કે દર્દીઓ ન નોંધાયાનો દાવો કરવામાં આવ્યો છે.

ગુજરાતભરમાં નાની વયે હાર્ટ એટેકથી મોતના કિસ્સાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. તો આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ પણ તાજેતરમાં ICMRના તારણને ટાંકીને હાર્ટ એટેકના વધતા કેસો પાછળ કોરોના જવાબદાર હોવાનું જણાવ્યું. પરંતુ ગુજરાતના નિષ્ણાત તબીબોએ કોરોના અને હાર્ટ એટેક વચ્ચે કોઇ સંબંધ ન હોવાનો દાવો કર્યો છે.

આ કારણે ફરી સવાલ ઉઠ્યો છે કે આખરે નાની વયે કેમ આવે છે એટેક ? અમદાવાદની યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા વિશેષ સેમિનાર યોજાયો. જેમાં યુ.એન. મહેતાના નિષ્ણાત તબીબોની કમિટીએ ગત વર્ષના આંકડાઓ સાથે સરવે તેમજ રિસર્ચના આંકડાઓ રજૂ કર્યા.

આ પણ વાંચો : અમદાવાદના માધુપુરામાં તસ્કરોએ 10.32 લાખની આચરી ચોરી, બુકાનીધારી બે શખ્શો CCTVમાં કેદ

જે દરમિયાન તેમણે કોરોનાને કારણે હાર્ટ એટેક આવતો હોવાના તારણને અયોગ્ય ગણાવ્યું. તો નવરાત્રિમાં પણ હાર્ટ એટેકના રૂટિનથી વધુ કેસો કે દર્દીઓ હોસ્પિટલ ન આવ્યા હોવાનું તેમણે જણાવ્યું.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:09 pm, Sat, 4 November 23

Next Video