ઉંઝા APMC માં આવતીકાલથી વેપારીઓનું હડતાળનું એલાન, અચોક્કસ મુદત માટે ગંજ બજાર રહેશે!

|

Jul 25, 2023 | 4:50 PM

Ujha Market Yard: ઉંઝા માર્કેટયાર્ડના નવા ગંજ બજારમાં આવેલ 133 મકાનોના માલિકીના અંગે પ્રશ્નનુ નિરાકરણ ના આવે ત્યાં સુધી વેપારીઓએ અચોક્કસ મુદત માટે બંધ પાળવાનુ નક્કી કર્યુ છે.

 

ઉઝા માર્કેટયાર્ડ આવતીકાલથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરનાર છે. આ માટેનુ એલાન માર્કેટયાર્ડના વેપારીઓએ કર્યુ છે. ઉંઝા માર્કેટયાર્ડના નવા ગંજ બજારમાં આવેલ 133 મકાનોના માલિકીના અંગે પ્રશ્નનુ નિરાકરણ ના આવે ત્યાં સુધી વેપારીઓએ અચોક્કસ મુદત માટે બંધ પાળવાનુ નક્કી કર્યુ છે. વેપારીઓએ હડતાળનુ એલાન કરીને માર્કેટ યાર્ડના મિલ્કત ધારકોની સમસ્યાને લઈ નિરાકરણની માંગ કરી છે. બુધવાર એટલે કે 26 જુલાઈ 2023 થી આ હડતાળનો આરંભ કરવામાં આવશે.

માર્કેટ યાર્ડના બંને વેપારી સંગઠનો દ્વારા આ મામલે હડતાળને ટેકો જાહેર કર્યો છે. આમ વેપારીઓ સંપૂર્ણ ગંજ બજાર રહેશે એ પ્રકારે હડતાળનુ આયોજન કર્યુ છે. દુકાનો વેચાણ આપવાને લઈ વિવાદ સર્જાયો હતો. સંચાલક મંડળે દુકાનો વેચાણ આપી હતી. વિવાદને લઈ માર્કેટ યાર્ડ દ્વારા તત્કાલીન સેક્રેટરી સહિત તત્કાલીન મેનેજમેન્ટને પણ હાજર રહેવા માટે નોટીસ અપાઈ છે.

 

આ પણ વાંચોઃ ઉર્જા વિભાગ ભરતી કૌભાંડ મામલો, સુરત ક્રાઈમ બ્રાંચે UGVCL ની કચેરીઓમાંથી 9 ક્લાર્કની અટકાયત કરી

મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 4:46 pm, Tue, 25 July 23

Next Video