Gujarat Video : દીવના બિસ્માર રસ્તાઓનું થશે સમારકામ, Tv9ના અહેવાલ બાદ જાગ્યુ તંત્ર

| Edited By: | Updated on: May 04, 2023 | 9:46 AM

Diu: દીવના બિસ્માર સ્તાઓનું સમારકામ અને રીકાર્પેટિંગનું કામ શરૂ થઈ ગયુ છે. બિસ્માર રસ્તાઓ વિશે Tv9એ અહેવાલ પ્રસારિત કર્યો હતો. આ અહેવાલ રજૂ થયા બાદ કલેક્ટરે રોડની કામગીરી કરતી કંપનીને રસ્તાના રીકાર્પેટ માટે આદેશ કર્યો.

દીવના સ્થાનિકો અને પર્યટકો માટે એક સારા સમચાર છે. થોડા દિવસો પહેલા દીવના બિસ્માર રસ્તાઓ અંગે ટીવીનાઈને એક અહેવાલ રજૂ કર્યો હતો. આ અહેવાલ રજૂ થયા બાદ દીવ પ્રશાસને રસ્તાઓનું સમારકામ અને રીકાર્પેટિંગનું કામ શરૂ કરી દીધું છે. શહેરના મુખ્ય માર્ગ પર છેલ્લા 4 વર્ષથી ભૂગર્ભ ગટર યોજના અને નેશનલ હાઈવે 251નું કામ ચાલતું હતું. જેને કારણે રસ્તા પર ખાડા પડી ગયા હતા.

આ પણ વાંચો: Rajkot: રોડ સેફટી કાઉન્સિલની યોજાઈ બેઠક, શહેરના મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિકને અડચણ રૂપ દબાણ કરાશે દૂર

આ ખાડાને કારણે થયેલા ગમખ્વાર અકસ્માતોનો અહેવાલ ટીવીનાઈને પ્રસારિત કર્યો હતો. જેને ગંભીરતાથી લઈને દીવના કલેક્ટરે રોડની કામગીરી કરતી કંપનીને રસ્તાના રીકાર્પેટ માટે આદેશ કર્યો હતો. જેની કામગીરી હાલ યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…